અમરેલી

કુંકાવાવ, બાબરા, લાઠી અને ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ખેતરોમાં પાણી ભરાયા

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે આજે અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ હતી. જિલ્લાના કુંકાવાવ, બાબરા, લાઠી અને ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા

અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘમહેર થઈ રહી છે. બુધવારે સાવરકુંડલા અને લાઠી તાલુકામાં ભારે પવન સાથે નોંધપાત્ર વરસાદ વરસ્યા બાદ ગઈકાલે પણ આ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. આજે પણ જિલ્લાના ચાર તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. ધારીના ગ્રામ્ય વિસ્તારમા વરસાદ પડ્યો હતો. અહીં ગોપાલગ્રામ આસપાસના ગામડામાં વરસાદ જોવા મળ્યો હતો. એવી જ રીતે લાઠીના કેરાલા,દુધાળા વિસ્તારમાં પવન વીજળીના કડકા સાથે વરસાદ જોવા મળ્યો હતો. બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અસહ્ય ગરમી બફાર વચ્ચે વરસાદનું આગમન થવાના કારણે ગરમી માંથી લોકોને અહીં રાહત મળી હતી અને કુંકાવાવ અમરેલી વચ્ચે વરસાદી માહોલ પવન સાથે વરસાદ અમરાપુર,મોટા આંકડીયા,સહિત ગામડામા વરસાદી માહોલ જોવા મળ્યો

Related Posts