ગુજરાત

આણંદમાં ૧૫ વર્ષીય સગીરા પર આધેડે દુષ્કર્મ ગુજારતા ધરપકડ કરાઈ

આણંદ પાસેના એક ગામમાં રહેતી સગીરાના માતા-પિતા મજૂરીકામે ગયા હતા. દરમિયાન, ઘરે એકલી હતી. આ અંગેની જાણ સામરખા ગામમાં રહેતા કનુ ઉર્ફે રાણો બબુ રાઠોડને થતાં જ તે તેના ઘરમાં ઘુસી ગયો હતો. સગીરા કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેણે તેણીનું મોઢું દાબી દીધું હતું અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના બાદ આધેડ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ સગીરા સમગ્ર ઘટનાને લઈ ખૂબ ડરી ગઈ હતી. તેની માતા ઘરે આવતાં ડરેલી સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી. જેને કારણે તેની માતાએ આધેડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.આણંદ શહેર પાસે આવેલા એક ગામમાં રહેતી ૧૫ વર્ષીય સગીરાની એકલતાનો લાભ લઈ ૫૦ વર્ષીય આધેડ તેના ઘરમાં ઘુસી ગયો હતો અને તેણીનું મોઢું દબાવી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે તેણીની માતાની ફરિયાદના આધારે આણંદ ગ્રામ્ય પોલીસે આધેડ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે.

Related Posts