ભીલાડમાં ધોળા દિવસે બે ફ્લેટમાંથી ૮ લાખથી વધુની ચોરી
ભીલાડ ગરનાળા રોડ પર ગુરુ દેવ નગર સામે બીલીપત્ર એપાર્ટમેન્ટમાં પ્રદીપભાઈ પ્રેમ શંકર મિશ્રા તેમના પરિવાર સાથે રહે છે.અને સરીગામ જીઆઈડીસીમાં આવેલી સ્વીટ ઓમ્ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.રાબેતા મુજબ ૯ જૂને ઘર થી કંપની માટે તેઓ નીકળી ગયા હતા .જ્યારે તેમનો પુત્ર ટ્યુશન પર તથા પત્ની ઘર બંધ કરી ધાર્મિક કાર્યક્રમમાં ગઈ હતી. બપોરે એક કલાકે પત્ની અને પુત્ર પરત ઘરે ફરતા દરવાજાનો લોક તૂટેલી હાલતમાં પડ્યો હતો. ઘર માં પ્રવેશ કરી માસ્ટર બેડરૂમમાં જતા કબાટનાં કપડા વેરવિખેર હતા.લાકડાનાં કબાટનો લોકર તોડી ચોરટાઓ ૨૦૧ ગ્રામ સોનાના રૂ.૬૪૬૯૬૦ ની કિંમતનાં સોના ચાંદીનાં દાગીના,૨૧૯૯ ગ્રામ ચાંદીનાં ઘરેણાં તથા રૂ.૮૦ હજાર રોકડની ચોરી કરી ગયા હતા. ફ્લેટ નં.૩૦૫માં રહેતા લીધું હેરાન જ્યાંણીનાં ઘરના દરવાજાનો આગળો લોક સાથે કોઈ સાધન વડે તોડી ચોરટાઓ બેડ રૂમમાં કબાટમાંથી ૨૪ગ્રામ સોનું તથા ૨૦૦ ગ્રામ સોનું મળી કુલ રૂ.૭૪ હજારનાં સોના ચાંદીનાં ઘરેણાંની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે પ્રદીપભાઈ પ્રેમ શંકર મિશ્રાએ અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ભીલાડ પંચાયતની બાજુમાં આવેલા બીલીપત્ર એપાર્ટમેન્ટમાં ધોળે દિવસે ત્રાટકેલા ચોરટાઓએ આજુ બાજુના બે ફ્લેટને નિશાન બનાવી સેન્ટ્રલ લોક તોડી બંને ફ્લેટમાંથી રોકડ, સોનાના દાગીના મળી કુલ રૂ.૮ લાખની મતા પર હાથ સાફ કરી પલાયન થઇ જવાના બનાવથી આ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
Recent Comments