ભુજમાં પરપ્રાતિય પતિએ પત્નીના માથામાં પથ્થર મારી હત્યા કરી
મુળ બિહારના હાલ દાદુપીર રોડ પર રહેતા અને ઘરમાં જ દરજી કામ કરતા ૨૮ વર્ષીય સાહિદ અબ્દુલ સલામ અખ્તર (ખાન ) નામના યુવાનનો તેની પત્ની સના સાહિદ અબ્દુલ અખ્તર (ઉ.વ.૨૫) સાથે જમવાની બાબતે ઝઘડો થયો હતો. જેમાં સાહિદે તેની પત્નીને કોટાસ્ટોનનો ભારે પથ્થર માથા પર મારી દેતાં પત્નીનું સ્થળ પર મૃત્યુ થઇ ગયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી સાહિદ ગભરાઇ ગયો હતો. આખરે શનિવારે બી ડિવિઝન પોલીસે મથકે પહોંચી પત્નીની હત્યા કરી નાખી હોવાનું પોલીસને જણાવતાં પોલીસની ટીમ આરોપી સાથે તેના ઘરે જઇનેઆગળની કાર્યવાહી હાથ ધરી હતી. દાદુપીર રોડ પર હત્યારાના ઘરની આસપાસ રહેતા લોકોએ તપાસ કરતાં આરોપીએ તેની પત્નીને ફીટ આવી ગઇ હોવાથી પડી ગઇ છે.
અને લોહી નીકળી રહ્યું હોવાનું અને પત્નીએ આપઘાત કરી લીધો હોવની વાતો કરી હતી. પરંતુ ગુનો છુપાયો નહી અને આખરે પોલીસ મથકે જઇ આરોપીએ પોતે હત્યા કરી હોવાની કબુલાત સાથે પોલીસને શરણે થયો. દાદુપીર રોડ પર બિહારના અન્ય લોકો પણ સાથે રહેતા હોવાનું અને બે દિવસ પહેલાં જ બહાર ગામ ગયા હોવાનું સુત્રોમાંથી બહાર આવ્યું છે. દંપતિ એકલા હતા. અને ઘર કંકાસમાં હત્યાનો બનાવ બન્યો હતો.ભુજના ભીડ નાકા બહાર દાદુપીર રોડ પર રહેતા પરપ્રાંતિય દંપતિ વચ્ચે જમવા બાબતે માથાકુટ થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ માથાના ભાગે પથ્થરનો ઘા ઝીંક દેતાં પત્ની તરફડિયા ખાઇ ત્યાં ઢળી પડી હતી. હત્યા કર્યા બાદ ગભરાયેલા આરોપીએ પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટનાની જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર જઇ મૃતક મહિલાની લાશને માનવ જ્યોત સંસ્થાના વાહનથી હોસ્પિટલે પીએમ માટે પહોંચાડી પંચનામા સહિતની કાર્યવાહી કરી હતી.
Recent Comments