કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે, માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનનું પ્રમાણ ઘટાડવા માટે કટિબદ્ધ છે.
પંચવર્ષીય યોજના અંતર્ગત ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ આરોગ્ય સુવિધાઓ ગુણવત્તાસભર અને અત્યાધુનિક સેવાઓ છેવાડાના માનવીને મળી રહે તે માટે આ વર્ષે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ અને આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી વિક્રમભાઇ ડાભીની પ્રેરણાથી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ.કે. તાવિયાડના પ્રયત્નોથી ૨૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પ્રસૂતિ માટે જરૂરી આધુનિક સાધનો ની કીટ, ૨૭ રેડિયન્ટ વોર્મર, ૨૭ પ્રસૂતિ માટેના આધુનિક લેબર બેડ, ૨૨ વોશિંગ મશીન આજરોજ જિલ્લા કક્ષાએ થી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ અને આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી વિક્રમભાઇ ડાભીની પ્રેરક અને પ્રોત્સાહક ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક રીતે આધુનિક સાધનો અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ આધુનિક સાધન સુવિધાથી છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ વધુ સુલભ થશે
Recent Comments