તળાજા તાલુકાના રાળગોન ગામે આવેલાં ગણેશ શૈક્ષણિક સંકુલ ખાતે ગુજરાત નર્સિંગ કાઉન્સીલ દ્વારા ANM સરકાર માન્ય બે વર્ષના બહેનો માટેના નર્સિંગ કોર્સ ની મંજુરી મળી

તળાજા તાલુકાના રાળગોન ગામે આવેલાં ગણેશ શૈક્ષણિક સંકુલ ખાતે ગુજરાત નર્સિંગ કાઉન્સીલ દ્વારા ANM સરકાર માન્ય બે વર્ષના બહેનો માટેના નર્સિંગ કોર્સ ની મંજુરી મળેલ છે.તળાજા તાલુકામાં બહેનો માટેના નર્સિંગ કોર્સની અહીં સૌ પ્રથમવાર સવલત શરૃ થઈ છે. ચાલુ સત્રથી આ કોર્સ નો પ્રારંભ થયો છે. હવે અહીં નર્સિંગ કોર્સની અહીંના ગ્રામીણ વિસ્તારની બહેનો ને પણ આ અભ્યાસક્રમની ઉત્તમ તક મળી રહેશે. હાલમાં ગુજરાત નર્સિંગ કાઉન્સીલ દ્વારા ૨૦ બેઠકો સાથે ANM નર્સિંગ કોર્સ શરૂ થયેલ છે.
Recent Comments