fbpx
અમરેલી

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી દ્વારા સુદર્શન નેત્રાલય નો નેત્રયજ્ઞ યોજાયો 

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે  લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી દ્વારા સુદર્શન નેત્રાલય નો નેત્રયજ્ઞ યોજાયો લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ એવમ શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે શ્રી નગરદાસ ધનજી  સંધવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય ના અતિ અદ્યતન ટેક્નોસેવી સાધનો અને નિષ્ણાંત તબીબો ની સેવા એ ૧૫ જૂન બુધવાર ના  સવાર ના ૮-૦૦ કલાક થી બપોર ના ૧૨-૩૦ કલાક સુધી સેવારત  નેત્રયજ્ઞ નું દીપપ્રાગટય કરી મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી સહિત લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી ના મેમ્બરો ના હસ્તે કરાયું હતું કેમ્પ માં આંખ ને લગતા તમામ દર્દ  મોતિયા ઝામર વેલ પરવાળા ત્રાસી આંખ કિકી પડદા ની વિના મૂલ્યે નિષ્ણાય તબીબો દ્વારા તપાસ કરાય હતી  કેમ્પ માં મોતિયા ના દર્દી ઓને ટાંકા વગર ના નેત્રમણી આરોપણ માટે સુદર્શન નેત્રલય અમરેલી લઈ જવાયા હતા મોતિયા ના દર્દી ઓને લાવવા લઈ જવા જમવા રહેવા કાળા ચશ્માં સુદર્શન નેત્રાલય તરફ થી અપાશે તેમ પ્રોજેકટ ચેરમેન લા.જયેશભાઇ પંડયા લા.વિનિદભાઈ આદ્રોજા લા.શરદભાઈ  વ્યાસ લા સાહસ ઉપાધ્યાય લા રમેશભાઈ કાથરોટીયા લા.રિધેશભાઈ નાકરાણી  લાયન્સ કબલ ઓફ અમરેલી સીટી અને નિલેશભાઈ ભીલ દ્વારા જણાવ્યું હતું

Follow Me:

Related Posts