fbpx
અમરેલી

બારોટ સમાજ ટ્રસ્ટ, અમરેલી આયોજિત અમરેલી ખાતે બારોટ સમાજના વિધાર્થીઓનો સન્માન સમારો યોજાયો

તાજેતરમાં અમરેલી ખાતે બારોટ સમાજ ટ્રસ્ટ, અમરેલી આયોજિત અમરેલી શહેરના ધો.૧ થી ૯ સુધીના તથા સમગ્ર રાજયના બારોટ સમાજના ધો. ૧૦, ૧ર અને સ્નાતક તથા અનુસ્નાતક તેજસ્વી વિધાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

        આ પ્રસંગે અમરેલી વિસ્તારના ધારાસભ્યશ્રી પરેશભાઇ ધાનાણીએ દીપ પ્રાગટય કરતાં જણાવ્યું હતું કે, ભણતર એ ત્રીજી આંખ છે. જે આજના સમયની માંગ છે. અમરેલી બારોટ સમાજ જે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરીને સરસ્વતિ સન્માન કરે છે. તે ખરેખર સરાહનિય બાબત છે. બારોટ સમાજ સંસ્કૃતિના વાહક અને રક્ષક છે. ભારતની મૂળ સંસ્કૃતિ અને સંસ્કારો જીવંત રાખવા સમગ્ર બારોટ સમાજના મહાનુભાવોને આગળ આવે તેવી અપીલ કરી હતી.

        શ્રી ધાનાણીએ નબળા વિધાર્થીઓને વધુ મહેનત કરવાની પ્રેરણા આપી હળવદ તાબાના મયુરનગરની વિધાર્થીની કુ. નિધિબેન અનિલભાઇ વિસાણીએ ગુજરાત રાજય ખેલમહાકુંભ-૨૦૨૨ માં કબડ્ડી સ્પર્ધામાં મોરબી જિલ્લાની ટીમ વતી રમીને પ્રથમ નંબર હાંસલ કરી, ગોલ્ડમેડાલીસ્ટ થઇ સમગ્ર બારોટ સમાજનું ગૌરવ વધારેલ તેને અભિનંદન પઠવતા વધુમાં જણાવ્યું હતું કે, સફળતાથી છકી ન જવું અને નિષ્ફળતાથી ડરી ન જવું. જેમને ઉડવું છે તેમના માટે આકાશ ખુલ્લું જ છે. ફકત પાંખો ફફડાવવાની જરુર છે.

        આ પ્રસંગે વિધાર્થીઓને શિલ્ડ, સ્કૂલબેગ,ચોપડા, ફોલ્ડરફાઇલ,કેલ્કયુલુટર તેમજ પ્રાથમિક શાળાના વિધર્થીઓને વોટરબેગ,કંપાસ, કલર વિગેરે આનુસાંગિક ચીજ-વસ્તુઓ વિનામૂલ્યે આપીને સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ પધારેલા મહેમાનોને શાલ ઓઢાડી, સ્મૃતિભેટ તેમજ પૂષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

        આ તકે સુપ્રસિધ્ધ કવિ અને હાસ્યકલાકારશ્રી ગુલાબદાન બારોટે ટ્રસ્ટના કાર્યકરોની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે, અમરેલી બારોટ સમાજની એકતા એ સમગ્ર બારોટ સમાજને આગવો રાહ ચિંધે છે.

        રાજકોટ બારોટ સમાજના પૂ.શાંતિબાપુ તથા અમરેલીના સાંઇબાબા મંદિરના મંગળામાએ આશિર્વચન પાઠવ્યા હતા.આ વિધાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાંથી બારોટ સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બારોટ સમાજ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી.અમરેલી શહેર તથા જિલ્લાના ભાઇ-બહેનો અને બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને દિપાવ્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજેશભાઇ રેણુકાએ મહેમાનોનું સ્વાગત કરી આવકાર્યા હતા.જયારે શ્રી નારણાભાઇ લગધીરે કાર્ય્રકમની રુપરેખા આપી ટ્રસ્ટની કામગીરીની આછેરી ઝલક આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી દિપક ઇલાણીએ કર્યું હતું.    

અંતમાં ટરસ્ટના શ્રી ગીરીશભાઇ ઘેલાણીએ આભારવિધિ કરી હતી. તેમ ટ્રસ્ટના પ્રવકતાશ્રી વિરેન્દ્ર બી.રેણીકાની યાદીમાં જણાવાયું છ

Follow Me:

Related Posts