fbpx
અમરેલી

અમરેલીના ઈંગોરોળામાં જાહેર ચોકમાં શિકાર કરી પશુનું મારણ કર્યું

અમરેલીના ખાંભાના ઈંગોરાળા ગામમાં સિંહ આવી ચડ્યો હતો. બજાર અને રહેણાક વિસ્તારમાં સિંહ શિકારની શોધમાં હતો, એ વચ્ચે એક પશું આવી ચડતાં સિંહે એનો શિકાર કરી લીધો હતો અને મિજબાની માણી રહ્યો હતો. ગ્રામલોકોને ખબર પડતાં તેમણે સિંહને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહે આરામથી લોકોની હાજરીમાં જાહેર ચોકમાં મિજબાની માણી હતી. લોકોએ સિંહના ફોટા તેમજ વીડિયો ઉતાર્યા હતા. એના વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યા છે. ઈંગોરોળા ગામમાં એક સિંહ પશુનું મારણ કરી મિજબાની માણી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે, જેથી શિકારની શોધમાં સિંહો આમથી તેમ ભટકી રહ્યા છે, જેને કારણે ઘણી વખત સિંહો ગામડામાં પણ પહોંચી જાય છે. ત્યારે લોકો સહિત પશુમાં ભાગદોડ મચી જાય છે. સિંહોની વધતી સંખ્યા સામે વન વિભાગનું પેટ્રોલિંગ અને મોનિટરિંગ ઘટી રહ્યું છે, જેના કારણે સિંહો આરામથી રેવન્યુ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડે છે.

સિંહોના વીડિયો વાઇરલ થયા બાદ વન વિભાગ દોડધામ કરે છે અને વીડિયો ઉતારનારા લોકોની તપાસ શરૂ કરે છે. ત્યારે સવાલ એ છે કે જાે પહેલાંથી જ સિંહો ઉપર પેટ્રોલિંગ અને મોનિટરિંગ વધારવામાં આવે તો ઘણા અંશે સિંહોની સુરક્ષા અને લોકેશન પર નજર રાખી શકાય એમ છે. ગીર સોમનાથના ગીર-ગઢડા વિસ્તારમાં ૫ દિવસ પહેલાં સિંહ આવી ચડ્યો હતો. સિંહને લાકડીઓ મારવામાં આવી હોવાનો પણ વીડિયો વાઇરલ થયો હતો. એને લઈ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જાેકે સિંહને માર મારવાની ઘટનાને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.અમરેલી જિલ્લામાં ખંભાના ઈંગોરોળા ગામમાં રહેણાક વિસ્તારમાં સિંહે પશુનું મારણ કરી મિજબાની માણી હતી, જેનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. સિંહ મિજબાની માણી રહ્યો હતો ત્યારે આજુબાજુના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે. સિંહો હવે ખોરાકની શોધમાં રેવન્યુ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે અને પશુનું મારણ કરી રહ્યા છે, જેને લઈ લોકોમાં ભય પણ જાેવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts