fbpx
રાષ્ટ્રીય

મહાવિકાસ અઘાડી સરકાર પાડવાનું ષડયંત્ર, સીઆર પાટીલ ગુજરાતમાં તેમના માટે વ્યવસ્થા કરી રહ્યા છે:સંજય રાઉત

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ ૨૮૮ સભ્યો છે. હાલ ધારાસભ્યોની સંખ્યા ૨૮૫ છે. જેમાં ભાજપા પાસે ૧૦૬, શિવસેના પાસે ૫૫, એનસીપી પાસે ૫૪ અને કોંગ્રેસ પાસે ૪૪ ધારાસભ્યો છે. બહુમતી માટે ૧૪૩ ધારાસભ્યોની જરૂર હોય છે. જાે ૨૦ ધારાસભ્ય શિવસેનામાંથી બળવો કરીને એકનાથ શિંદે સાથે ચાલ્યા જશે તો મહાવિકાસ અઘાડી સરકારમાં ૧૩૩ ધારાસભ્યો જ રહેશે અને તેને ૧૦ ધારાસભ્યોના સમર્થનની જરૂર રહેશે. એમવીએ સરકારને બહારથી અન્ય દળો અને અપક્ષના ૨૦ ધારાસભ્યનું સમર્થન મળી રહ્યું છે. આવામાં જાે આ ધારાસભ્યો તુટે તો સરકાર ખતરામાં આવી શકે છે. શિવસેનાના ૧૧ જેટલા ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે ત્યાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં કોઈને પણ જવા દેવાની મંજૂરી નથી. તમામ ધારાસભ્યો મોડી રાત્રે જ અહીં પહોંચ્યા હોવાના અહેવાલ છે. તમામ ધારાસભ્યો ડુમસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં બંધ છે. પોલીસ હાલ કોઈ પણ વ્યક્તિને બેરિકેડથી અંદર જવા દેતી નથી. એવી ચર્ચા છે કે મોડી રાતથી અહીં બેઠકનો દોર ચાલી રહ્યો છે.

તમામ ધારસભ્યો ગુજરાતના નેતાઓના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારમાં કોઇપણ રાજનીતિક ભૂકંપથી ઇન્કાર કર્યો છે. સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોઇ રાજનીતિક ભૂકંપ નથી. શિવસેના પાસે ક્યારેય કોઇ એવો નહીં હોય જે પોતાની વેચી દે. મુંબઈ પર કબજાે કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જાેકે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની પેટર્ન મહારાષ્ટ્રમાં થશે નહીં. સંજય રાઉતે કહ્યું કે એકનાથ શિંદે પર ત્યાં સુધી ટિપ્પણી નહીં કરું જ્યાં સુધી હું તેમની સાથે વાત ના કરી લઉં. જાેકે તે હજુ પણ શિવસેનાનો ભાગ છે. સીઆર પાટીલ ગુજરાતમાં તેમના માટે વ્યવસ્થા કરી રહ્યા છે. દરેક જાણે છે કે તે કોની નજીક છે. હું પવાર સાહેબના સંપર્કમાં છું. અમારા પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અનિલ પરબને આજે ફરી નોટિસ મોકલવામાં આવી છે. આ દબાણને બધા જાણે છે. ઘણા ધારાસભ્યો પાછા આવવા માંગે છે. તક મળતા જ અમારા બધા ધારાસભ્યો પાછા આવી જશે. મહાવિકાસ અઘાડી સરકાર બની ત્યારે પણ ભાજપા દ્વારા આ પ્રકારના પ્રયત્નો કર્યા હતા પણ તે સફળ થયા ન હતા. હવે ફરીથી તે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts