ભગવાન જગન્નાથના રજવાડી વાઘા પણ તૈયાર કરાયા ,અમદાવાદમાં ભગવાન જગન્નાથ બખ્તર પહેરીને નગરચર્ચાએ નીકળશે
અમદાવાદ જગન્નાથની રથયાત્રાને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ લગભગ પૂર્ણ થવા આવી છે. આ વખતની રથયાત્રા માટે ભગવાન જગદીશનાં રજવાડી થીમનાં વાઘા તૈયાર કરાયા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સૌ પ્રથમ વખત ભગવાન માટે બખ્તર તૈયાર કરાયું છે. દેશમાં રાજાઓ બખ્તર પહેરતાં હતાં. જયારે જગતનો નાથ સૌનૌ રાજા છે. ત્યારે તેઓની માટે પણ મોતીથી ડીઝાઇન કરેલું બખ્તર તૈયાર કરાયું છે. એટલે કે આ વખતે ભગવાન જગન્નાથ મોતીથી ડિઝાઈન કરેલું બખ્તર પહેરીને નગરચર્ચાએ નીકળશે. ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક, ટીક્કી વર્ક તેમજ મોરની ડિઝાઇન કરી રજવાડી વાઘા તૈયાર કરાયા છે. એકમના દિવસે સોનાવેશ દરમિયાન પીળા રંગના વાઘા જગતનો નાથ ધારણ કરશે. વાઘા ઉપરાતં સુભદ્રાજી માટેનો શણગાર પણ તૈયાર કરી દેવાયો છે. છેલ્લા ૨ મહિનાથી ભગવાના વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ભગવાન સોનેરી વસ્ત્રો અને રાજાશાહી ઠાઠથી નગરચર્યા પર નીકળશે. સોનેરી કલરના વસ્ત્રોમાં ટીકી વર્ક, રેશમ વર્ક, સાથે-સાથે ભગવાને પ્રિય એવા મોરલાની બોર્ડર કરવામાં આવી છે.
આ વખતે ભગવાનના મુકુટ ઓરિજનલ જરદોશી વર્કના છે, જે રાજા-મહારાજાઓ પહેરતા હતા, તેવી રીતે સજાવવામાં આવ્યા છે. ભગવાનનું બખ્તર મોતી વર્કનું બનાવવામાં આવ્યું છે. મુકુટને ડાયમંડ હેન્ડવર્ક, રેશમ અને કસવ વર્કથી શણગારવામાં આવ્યો છે. છેલ્લા ૧૮ વર્ષથી અમે ભગવાનના વાઘા બનાવીએ છીએ, જેમાં અમારો પરિવાર પણ મહેનત કરે છે. અખાત્રીજથી જ ભગવાનના વાઘા બનવાવની શરૂઆત કરીએ છીએ, જે જેઠ વદ અગિયારસ સુધી ચાલે છે. ભગવાન જગન્નાથ આવતા વર્ષે નવા રથમાં બિરાજમાન થઇ નગરચર્યાએ નીકળશે.રથયાત્રા માટે નવા રથ માટેનું લાકડું વલસાડના વઘઇથી ખરીદવામાં આવ્યું છે. સાગના લાકડાને અમદાવાદ લાવી દેવામાં આવ્યું છે. નવા રથ માટેની કામગીરી દિવાળી બાદ શરૂ કરવામાં આવશે. નવા રથ તૈયાર કરવામાં ૫થી ૭ મહિનાનો સમય લાગે છે. આ વખતે મુકુટમાં ખાસ વિશેષતા છે, તેનું વર્ક ખૂબ જ સુંદર કરવામાં આવ્યું છે. સાથે-સાથે બહેન સુભદ્રાજી માટે પર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન રથ પર બિરાજમાન થાય ત્યારે અને સિંહાસન પર બિરાજે ત્યારે એમ અલગ-અલગ વાઘા તૈયાર કરાયા છે. વાઘા માટેનું કપડું મથુરાના વૃંદાવન, સુરત જેવા શહેરોમાંથી લાવવામાં આવે છે, જેના પર ડાયમંડ, મોતી, રેશમ, કસબ, ગોટાપટ્ટી,ખાટલી વર્ક જેવા વિવિધ વર્ક કરવામાં આવે છે. આ વખતે રથયાત્રામાં અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ સુરક્ષા માટે તૈયાર ખડે પગ છે. અને પહેલા કરતા વધુ સતર્કતામાં જાેવા મળી રહ્યો છે.
Recent Comments