શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખને ગુજરાત પોલીસે માર માર્યોનો આક્ષેપ
મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે સુરતથી શિવસેનાના ૩૪ સહિત ૪૦ ધારાસભ્ય સ્પેશિયલ પ્લેનમાં ગુવાહાટી પહોંચી ગયા છે. દિવસ-રાત ચાલેલા આ રાજકીય ડ્રામા વચ્ચે શિવસેનાએ દાવો કર્યો છે કે એકનાથ શિંદે જૂથના અને અકોલાના ધારાસભ્ય નીતિન દેશમુખને ગુજરાત પોલીસે સુરતની હોટલમાં માર માર્યો છે. તેઓ મુંબઈ જવા માગતા હતા, પણ તેમને બંધક બનાવીને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે. નીતિન દેશમુખ હોટલથી નીકળીને ચાર રસ્તા પર આવ્યા હતા, જ્યાં અમારી સાથે મુંબઈ જવા માટે મદદ માગી હતી. અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને પોલીસ પકડીને હોટલ લઈ જઈ રહી હતી.
અમે પણ તેમની પાછળ પાછળ ગયા, પરંતુ હોટલના બારમાં અમને રોકી દેવામાં આવ્યા હતા. નીતિન જ્યારે હોટલમાં મુંબઈ જવા માટે હંગામો કરી રહ્યા હતા ત્યારે પોલીસ અધિકારીઓએ તેમને માર માર્યો. હોટલમાં હંગામા દરમિયાન સ્થાનિક પોલીસ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ, ત્યાર બાદ નીતિનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નીતિન દેશમુખને સુરતની હોટલમાં હાર્ટ-એટેક આવ્યો છે, પરંતુ ભાજપના લોકોએ તેમને બંધક બનાવ્યા છે. રાઉતે આગળ જણાવ્યું હતું કે તેના ૯ ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસ આ કેસની પૂરી તપાસ કરશે. ૯ ધારાસભ્ય મુંબઈ જવા માગતા હતા, પણ તેમને જવા દીધા નહીં. તો મહારાષ્ટ્રમાં નીતિન દેશમુખનાં પત્ની પ્રાંજલિએ અકોલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પ્રાંજલિએ કહ્યું હતું કે “ વિધાન પરિષદની ચૂંટણી બાદ તેમના પતિ ગુમ છે. તેમનો સંપર્ક થઈ શક્યો નથી અને તેમનો મોબાઈલ પણ બંધ છે. તેમના જીવ પર જાેખમ છે”
Recent Comments