અમરેલીના ગાવડકા, દેવરાજીયા અને સાજીયાવદર ગામે બાળકોનો શાળા પ્રવેશ કરાવતા સાંસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા
આ તકે સાંસદએ ઉપસ્થિત વાલીઓ અને બાળકોને શિક્ષાથી સમ’ધ્ધ ભારતના નિમૉણ માટે વિદ્યાનું મહત્વ સમજાવ્યુ
ભારતના સુવણૅ ભવિષ્ય ઘડતર માટે કાળજી રાખી ગુજરાત સરકાર દ્વારા આજ થી ત્રણ દિવસ સુધી આયોજિત ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ કાયૅક્રમ અંતગૅત આજ રોજ તા. ર૩/૦૬/ર૦રર ના રોજ અમરેલી તાલુકાના ગાવડકા, દેવરાજીયા અને સાજીયાવદર ગામે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ બાળકોને વિવિધ ભેટ આપી શાળામાં નામાંકન અથેૅ પ્રોત્સાહિત કયૉ હતા.
આ તકે સાંસદશ્રીએ વાલીઓ અને બાળકોને સંબોધિત કરતા જણાવેલ હતું કે, શિક્ષણ એટલે જન્મથી માંડીને મરણ સુધીના બધા વાતાવરણની અસરો, બધા પ્રકારની કેળવણી, બધી શિસ્ત અને બધી સંસ્કૃતિઓનો સરવાળો. ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્રારા વર્ષ–ર૦૦૩ થી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. જે અંતર્ગત આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજયમાં તા. ર૩ થી રપ જુન સુધી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ–ર૦રર નું આયોજન થયેલ છે ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સુત્રને સાર્થક કરી – દરેક સમાજને સાથે જોડીને છેલ્લા ર૦ વર્ષના અવિરત પ્રયાસોથી આપણે ગુજરાતમાં નામાંકન દર ૧૦૦ ટકા સુધી પહોચ્યો છે. જે બદલ સાંસદશ્રીએ વરિષ્ઠ નેત’ત્વ, સંસ્થાઓ, આગેવાનો, વાલીઓ અને શિક્ષકો સૌનો આભાર વ્યકત કરેલ હતો.
Recent Comments