fbpx
ગુજરાત

પાટણના નિવૃત્ત શિક્ષકના બંધ મકાનમાંથી તસ્કરો ૨.૬૦ લાખની ચોરી કરી ફરાર

પાટણનાં ગાયત્રી મંદિર રોડ ઉપર અને તેની સામે આવેલી અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા અને ૨૦૧૮માં દિયોદર તાલુકાનાં ચકવાડા ગામે આવેલા એસ.આર. મહેતા વિદ્યાલયમાંથી શિક્ષક તરીકે નિવૃત્ત થયેલાં ભરતભાઇ જાેઇતાભાઇ પટેલ (ઉ.વ.૬૩) તથા તેમનાં પત્નિ હંસાબેન બંને જણા તા. ૧૯-૬-૨૦૨૨નાં રોજ ચારધામ યાત્રા કરીને પાટણ પરત આવ્યા હતા અને ઘરમાં સાફસફાઇ કરીને આ દંપતી અમદાવાદનાં ઓગણજ ખાતે તેમનાં દીકરાનાં ઘેર ગયા હતા. તા. ૨૨-૬-૨૨નાં રોજ તેઓ અમદાવાદ ખાતે હતા. ત્યારે સવારે તેમને તેમનાં પડોશીએ ફોન કરીને કહેલું કે, તમારા ઘરનો દરવાજાે ખુલ્લો પડ્યો છે. આથી તેમણે તેમનાં ભત્રીજાને જાણ કરતાં તે તેમનાં ઘરે તપાસ માટે ગયા હતા. આ દરમિયાન ભરતભાઇ પટેલ સવારે અમદાવાદથી પાટણ આવ્યા હતા. તેઓએ જાેયું તો ઘરનો દરવાજાે ખુલ્લો હતો ને સામાન વેરવિખેર પડ્યો હતો.

તેઓએ બંને તિજાેરીની તપાસ કરતાં અંદરથી તસ્કરોએ રૂ ૫૦ હજાર રોકડા તથા સોના-ચાંદીના દાગીના જણાયા નહોતા. જેમાં ત્રણ તોલાનું રૂા.૭૦ હજારનું સોનાનું મંગળસુત્ર, રૂ. ૨૫ હજારની સોનાની એક તોલાની બે વીંટી, મળી કુલે રૂ.૧૮૦ લાખનાં સોનાનાં દાગીના તથા ચાંદીના ૧૫ સિક્કા ચાંદીની બે જાેડ તથા ચાંદીનો કંદોરો નંગ-૧, ચાંદીની ગાય, ગણપતિ, લક્ષ્મીજી મૂર્તિઓ, એક ગ્લાસ એક કિલો કિં. રૂ. ૩૦ હજાર મળી કુલ રૂ. ૨ લાખ ૬૦ હજારની મતાની ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ કરતાં પી.આઇ. એસ.એ. ગોહિલ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પાટણ શહેરની ગાયત્રી મંદિર સામે આવેલી અયોધ્યા નગર સોસાયટીમાં એક નિવૃત્ત શિક્ષકનાં બંધ ઘરમાંથી તસ્કરો રૂ ૨ લાખ ૬૦ હજારની મતાની ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને એફએસએલ તથા ડોગસ્કવોર્ડની મદદથી તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts