માણસાના ઈટાદરામાંથી ૪૩૨ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો
ગાંધીનગરના માણસાના ઇટાદરા ગામની સીમમાં વેરાઈ માતાના મંદિર તરફ જવાના રસ્તાની બાજુમાં રતનસિંહ જવાનસિંહ ચાવડાના બોર કૂવા પાસે કાટેરીવાળા વિજયસિંહ અંબુસિંહ ચાવડાના ખેતરમાં કાચી ઓરડી પાસે ગેરકાયદે અને વગર પાસપરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બીયરનો મોટા પ્રમાણમાં જથ્થો વિવિધ વાહનોમાં મૂકી કટિંગ કરાઈ રહ્યું છે. વિદેશી દારૂના કટીંગ માટે વિજયસિંહ અંબુસિંહ ચાવડા, શંકરસિંહ અંબુસિંહ ચાવડા, વિપુલભાઈ પ્રહલાદભાઈ રાવળ અને એક અજાણ્યો ઈસમ એમ ચાર વ્યક્તિઓ ચાર વાહનોમાં વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યા છે, હાલમાં તેમની આ પ્રવૃત્તિ ચાલુ છે. પોલીસે ખાનગી વાહનમાં ઇટાદરા ગામની સીમમાં જઈ જાેતા ચાર વાહનો પડ્યા હતા, પરંતુ પોલીસને જાેઈ કટિંગ કરનારા ચાર ઈસમો તેમના વાહન મૂકી ભાગી છૂટયા હતા.
જેથી પોલીસે આ તમામ અલ્ટો,ઇકો અને સ્કોર્પિઓ કાર તેમજ એકટીવા ની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી કુલ ૪૩૨ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે એક લાખ રૂપિયાની અલ્ટો, ત્રણ લાખની ઇકો, ત્રણ લાખની સ્કોર્પિયો કાર અને એકટીવા તેમજ ૧૪૨૨૪૮ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી કુલ ૯૦૨૨૪૮ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ભાગી છુટેલા ચારે બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.માણસાના ઇટાદરા ગામની સીમમાં વિદેશી દારૂનું કટીંગ થઇ રહ્યું હોવાની માણસા પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરતા દારૂનું કટિંગ કરી રહેલા ચાર બુટલેગર તેમના વાહનો મૂકી ભાગી છૂટયા હતા. ચાર વાહનોમાંથી પોલીસને ૪૩૨ બોટલ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવતા વાહનો સહિત મુદ્દામાલ જપ્ત કરી ભાગી છુટેલા ચાર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments