લાઠી શહેર ના વતન પ્રેમી ઉદારતા નું અજવાળું શિવમ જવેલર ના મોભી ઘનશ્યામભાઈ શંકર પરિવાર ના આર્થિક સહયોગ થી વૃક્ષઉછેર ની મુહિમ ચલાવતી સંસ્થા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંકલન થી શહેર ના વિવિધ વિસ્તારમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વૃક્ષદેવો ભવ સાથે શિવમ પરિવાર ના વડીલ દુલાભાઈ ના વરદહસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો અને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લાઠી શહેરને જોડતા મુખ્ય રસ્તા ઓને કાંઠે વૃક્ષારોપણ નું સુંદર આયોજન કર્યુ હતું વનવિભાગ ના પ્રજાપતિ સાહેબ લાઠી નગરપાલિકા ના ભરતભાઇ પાડા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી શહેર ની PGVCL ના ડેપ્યુટી ઈજનેર એવમ સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ના સૂત્રધાર શ્રી ઓની ઉપસ્થિતિ માં પર્યાવરણનાં જતન જાળવણી અને લીલી-હરિયાળી લાવવાનાં પ્રેરણાદાયી વૃક્ષારોપણ માટે માદરે વતન થી દુરસદુર હોવા છતાં વતન માટે હંમેશા તત્પર ઘનશ્યામભાઈ શંકર શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર વૃક્ષારોપણ અભિયાન ચલાવ્યું હતું છોડ માં રણછોડ ના હદયસ્પર્શી સદેશ સાથે વૃક્ષ ની મહતા દર્શવી સંતાન જેમ જ વૃક્ષ નું જતન જાળવણી કરો નો સુંદર સદેશ આપ્યો હતો
લાઠી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેર ના માર્ગો ઉપર વતન પ્રેમી ઘનશ્યામભાઈ શંકર પરિવાર દ્વારા વૃક્ષારોપણ વૃક્ષઉછેર ની મુહિમ ચલાવતી સંસ્થા સદભાવના ટ્રસ્ટ ના સંકલન થી હરિયાળું બનશે શહેર

















Recent Comments