દામનગર શહેર માં વિવિધ આંગણવાડી કેન્દ્રો ઉપર બાળકો ને ઉત્સાહ પ્રેરક આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આંગણવાડી કેન્દ્ર નં ૯૬ પટેલ શેરી ખાતે આંગણવાડી પ્રવેશોત્સવ વંદનાબેન સોલંકી દ્વારા વંદનીય વ્યવસ્થા સાથે આંગણવાડી પ્રવેશ કરતા બાળકો ના કલરવ થી ગુંજી ઉઠી આંગણવાડી નં ૧૦૦ વિધાબેન લાઠીગરા કેન્દ્ર નં ૧૦૩ રૂખસાનાબેન ગોગદા સહિત આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રો ને રંગોળી અને નાની બાળા ઓના કૂંમ કુંમ પગલાં સાથે ભવ્ય શણગાર થી સુશોભીત કરાય હતી બાળકો ના આંગણવાડી પ્રવેશ પ્રસંગે સ્વાગત ગીત થી સત્કાર કરી આંગણવાડી કેન્દ્રો ઉત્સાહ પ્રેરક પ્રવેશોત્સવ યોજાયો શ્રીમતી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા અને પટેલ શેરી ખાતે વંદનાબેન સોલંકી ના આંગણવાડી કેન્દ્ર નં ૯૬ ખાતે બાળકો માં ઉત્સાહ પ્રેરક આયોજન કરાયું હતું આ પ્રવેશોત્સવ પ્રસંગે સી આર બી આર સી એવમ શિક્ષક સલીમભાઈ લોહિયા લાભેશભાઈ રાચીયા આઈ સી ડી એસ સુપર વાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ સ્થાનિક અગ્રણી ઓ અને વાલી ઓની ઉપસ્થિતિ માં રંગારંગ આંગણવાડી પ્રવેશોત્સવ યોજાયો હતો
દામનગર શહેર માં સુશોભન શણગાર કૂંમ કુંમ પગલાં સાથે વિવિધ આંગણવાડી કેન્દ્ર ઉપર આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Recent Comments