જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંઘે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહી પ્રવેશપાત્ર બાળકોનો ઉત્સાહ વધાર્યો
બાળકો સ્વચ્છતાના પાઠ શાળા કક્ષાએથી જ શીખે છે, સંસ્કાર સિંચનમાં શાળાની ભૂમિકા મહત્વની છે…
– જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંઘ
અમરેલી તા.૨૪ જૂન, ૨૦૨૨ અમરેલીની જાળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨-૨૩ની ઉજવણી કરવામાં આવી. શાળા પ્રેવશોત્સવ કાર્યક્રમની ઉજવણી પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ ઉપસ્થિત રહીને શાળામાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. ૧૩ કન્યાઓ અને ૧૦ કુમાર સહિત કુલ ૨૩ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું. શ્રી હિમકરસિંઘએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતુ કે, બાળકો સ્વચ્છતાના પાઠ શાળા કક્ષાએથી જ શીખે છે, સંસ્કાર સિંચનમાં શાળાની ભૂમિકા મહત્વની છે. જાળીયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨-૨૩ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્યશ્રી શંભુભાઈ મહીડા, તાલુકા પંચાયત સભ્યશ્રી કાળુભાઈ રામાણી, સરપંચ શ્રીમતી દયાબેન રાઠોડ, ઉપ સરપંચશ્રી હિંમતભાઈ નાકરાણી, પ્રાગજીભાઈ હિરપરા અને સમાજ અગ્રણી પરશોત્તમભાઈ રાજ્યગુરૂ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments