કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે સાવરકુંડલા ખાતે ભૂલકાઓને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા ભાવસભર આવકાર
આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, શ્રી ચૌધરી સાહેબ, શાળાના આચાર્યશ્રી, નગરપાલિકા દંડક શ્રી મંજુલાબેન ચિત્રોડા, નગરપાલિકા સદસ્ય શ્રી પ્રતિકભાઇ નાકરાણી, શ્રી અજયભાઈ ખુમાણ, શ્રી જયાબેન કારેણે, શહેર ભાજપ મંત્રી શ્રી અમિતભાઈ પંડ્યા, શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ શેલડીયા, ભાજપ અગ્રણી શ્રી પોપટભાઈ બુહા,જીલ્લા યુવા ભાજપ મંત્રી શ્રી મયુરભાઈ ખાચર, માર્કેટિંગ યાર્ડ મજદૂર સંઘના નેતા શ્રી વિજયભાઇ રાઠોડ, વિહોત સ્ટીલ ના માલિક શ્રી અશોકભાઈ ટાંક સહિતના આગેવાનો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.શાળા પ્રવેશોત્સવને કારણે શાળામાં ઉત્સવનું વાતાવરણ સર્જાતું હોવાથી હવે પ્રવેશ વખતે બાળકો ખુશ ખુશાલ દેખાય છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વાવેલું “શાળા પ્રવેશોત્સવ”નું વિચારબીજ આજે વટવૃક્ષ સમાન બની ગયું છે ત્યારે શિક્ષણ પ્રત્યે બાળકોની રૂચી જળવાઈ રહે અને બાળકો લક્ષ્યથી ન ભટકે એ માટે વાલીઓને સજાગ બનવા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાએ અનુરોધ કર્યો.
Recent Comments