૧ જુલાઈથી આ સાત અસરો પરના નિયમમોમાં થશે ફેરફારો
જૂન મહિનો પૂરો થવાનો અને જુલાઈ મહિનાની શરૂઆત હવે થશે. અને આ મહિનાની પહેલી તારીખ એટલે કે પહેલી જુલાઈથી કેટલાક ફેરફાર થશે અને જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવો જાણીએ જુલાઈમાં ક્યા-ક્યા ફેરફાર થવાના છે અને તમારા પર તેની શું અસર પડશે. અને આ બધી અસરો માં મહત્વની છ અસરો જાેવા મળશે જેમાં પાનકાર્ડ, ક્રીપ્ટોકરન્સીના ટી.ડી.એસ, એર કંડીશનર્સ માટે એનર્જી રેટિંગ, લેબર કોડ, એલ.પી.જી, અને છેલ્લું અને છઠું ડીમેટ એકાઉન્ટના કેવાઈસીમાં અસરો જાે મળશે. સૌ પ્રથમ પાનકાર્ડ લિન્કિંગની વાત કરીએ તો જાે તમે હજુ સુધી તમારા આધાર-પાન કાર્ડને લિંક કર્યું નથી તો તમારી પાસે માત્ર ગણતરીના દિવસો બાકી છે. તમારા આધારને ફટાફટ પાન કાર્ડ સાથે લિંક કરાવી લો. આધાર પાન લિંક કરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન છે. તમને જણાવી દઈએ કે જાે તમે ૩૦ જૂન પહેલાં આ કામ નહીં કરો તો તમારે ૫૦૦ રૂપિયાનો દંડ દેવો પડશે, પરંતુ ત્યારબાદ આ દંડ ડબલ કરી દેવામાં આવશે. બીજી છે ક્રીપ્ટોકરન્સીના ટી.ડી.એસની અસર કે જેમાં ૧ જુલાઈથી ક્રિપ્સોટકરન્સીના રોકાણકારોને ઝટકો લાગવાનો છે. આગામી મહિનાથી તમામ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર ૧ ટકા ટીડીએસ ચુકવવો પડશે. પછી તમે ક્રિપ્ટોનું વેચાણ નફામાં કર્યું હોય કે ખોટમાં. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૨-૨૦૨૩થી ક્રિપ્ટોકરન્સીથી થનાર આવક પર ૩૦ ટકા કેપિટલ ગેન ટેક્સ લગાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
હવે ૧ જુલાઈથી ક્રિપ્ટો ખરીદ-વેચાણ પર એક ટકા ટીડીએસની ચુકવણી કરવી પડશે. અને ત્રીજી અસર જાેવા જઈએ તો હવે એસી મોંઘા થઇ શકે છે કેમ કે આગામી મહિનાથી એર કંડીશનરની ખરીદી મોંઘી પડશે. હકીકતમાં મ્ેિીટ્ઠે ર્ક ઈહીખ્તિઅ ઈકકૈષ્ઠૈીહષ્ઠઅ એ એર કંડીશનર્સ માટે એનર્જી રેટિંગ નિયમમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર ૧ જુલાઈથી લાગૂ થશે. તેનો મતલબ છે કે ૧ જુલાઈથી ૫-સ્ટાર એસીનું રેટિંગ સીધુ ૪-સ્ટાર થઈ જશે. નવી એનર્જી એફિશિએન્સી દિશાનિર્દેશોને કારણે ભારતમાં આવનારા સમયમાં એસીની નવી કિંમતોમાં ૭-૧૦ ટકાનો વધારો થવાની આશા છે. ચોથી અસર જાેવા જઈએ તો ૧ જુલાઈથી ઓફિસના સમયમાં થશે ફેરફાર થશે. દેશમાં ૪ લેબર કોટ (શ્રમ સંહિતા) લાગૂ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. જાે બધુ બરોબર રહ્યું તો ૧ જુલાઈથી લેબર કોડના નવા નિયમ લાગૂ થઈ જશે. તે લાગૂ થયા બાદ હેન્ડ સેલેરી, કર્મચારીઓનો ઓફિસ સમય, પીએફ કોમ્ટ્રીબ્યુશન સિવાય ગ્રેચ્યુટી વગેરે પર અસર પડવાની સંભાવના છે. પ્રસ્તાવ પ્રમાણે કામકાજની કલાકોને વધારી ૧૨ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ ૪ દિવસમાં ૪૮ કલાક એટલે કે દરરોજ ૧૨ કલાક કામ કરવું પડશે. કર્મચારીઓને દર પાંચ કલાક બાદ ૩૦ મિનિટ આરામ આપવાનો પણ પ્રસ્તાવ છે. પાંચમી અસર જાેવા જઈએ તો ન્ઁય્ની કિંમતમાં ફેરફાર જાેવા મળશે. ગેસ સિલિન્ડરની કિંમતમાં દરેક મહિનાની પ્રથમ તારીખે સંશોધન કરવામાં આવે છે. સિલિન્ડરના ભાવ જે રીતે વધી રહ્યાં છે તેને જાેતા અનુમાન છે કે ૧ જુલાઈથી રસોઈ ગેસની કિંમતમાં વધારો થઈ શકે છે. છેલ્લું અને છઠું જાેવા જઈએ તો ડીમેટ એકાઉન્ટના કેવાઈસીમાં અસર જાેવા મળશે. જાે તમે શેર બજારમાં રોકાણ કરો છો તો તમારે ૩૦ જૂન સુધી પોતાના ટ્રેડિંગ એકાઉન્ટની કેવાઈસી કરાવી લેવી પડશે, બાકી તમારૂ એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ થઈ શકે છે. જાે તેમ થશે તો તમે ૧ જુલાઈથી શેરબજારમાં ટ્રેડિંગ કરી શકશો નહીં.
Recent Comments