સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી ચોગાન શેરી ખાતે રહેતા આરોપી જાસીમ સલીમ શેખનાએ ૧૭ વર્ષ ૯ માસની ઉંમરની યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ આપીને જાસીમ શેખ યુવતીને ફરવા લઈ જતો હતો. દુષ્કર્મ પણ આચર્યું હતું. સાથે સગીરાની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા ધમકી આપતા કહેતો કે, તું મારી સાથે ફરવા નહીં આવે તો તારા લગ્ન જ્યાં નક્કી થયા છે. ત્યાં હું જાણકરી તારા લગ્ન થવા નહી દઈશ. આરોપી જાસીમ શેખ સગીરાને ધમકી આપતો કે તું મારી સાથે નહીં આવે તો તારા માતા પિતાને જાનથી મારી નાંખીશ. આરોપીએ સગીરાને મરજી વિરુદ્ધ ડુમસ ફરવા લઈ જઈ લગ્ન કરવાની લાલચ આપી ડુમસ ખાતે વીડિયો ક્લિપ બનાવી લીધી હતી. આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ સગીરાની નક્કી થયેલી સગાઈ તોડાવી નાખી હતી. આ સમગ્ર મામલે સગીરા અને તેના માતા પિતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૮ વર્ષથી નાની ઉંમરની સગીરા સાથે યુવકે લગ્નની લાલચે સંબંધો બાંધ્યા હતાં. પ્રેમ સંબંધ બાદ યુવકે ફરવા લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ ફરવા ગયા હોય તેનો મરજી વિરૂદ્ધનો વીડિયો ક્લિપ બનાવી લીધો હતો. આ વીડિયો ક્લિપના આધારે યુવક યુવતીને બ્લેકમેઈલ કરીને સગાઈ તોડાવી નાખી હતી.
સુરતમાં સગીરી સાથે દુષ્કર્મ બાદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી

Recent Comments