fbpx
બોલિવૂડ

ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરે પોતાનો જન્મદિવસ ઉજ્વયો

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી જાણીતા કલાકારોમાંથી એક મલ્હાર ઠાકરનો આજે જન્મદિવસ છે. ૨૮ જૂન ૧૯૯૦ના દિવસે પાટણના સિદ્ધપુરમાં જન્મ થયો અને ઉછેર અમદાવાદમાં થયો. એટલે મલ્હાર પાક્કો અમદાવાદી છે. યુવાનોનો માનીતો છે. ખાસ કરીને તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટને યુવાનો ખૂબ ફૉલો કરી રહ્યા છે. તો ચાલો આજે મલ્હાર પાસેથી જ લઈને સ્ટાઈલ ટિપ્સ. ઢોલીવુડના ‘મલ્હાર’નું સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે એકદમ ડિફરન્ટ..મલ્હારની સ્ટાઈલ અને તેનો ફેશન ફંડા છે સૌથી અલગ…તે પોતાની સ્ટાઈલ, પોતાના અલગ અંદાજ અને ફેશનની સેન્સ માટે પણ ખુબ જાણીતો છે. તહેવારોની મોસમ હવે નજીક છે અને લગ્નગાળો પણ. તો આ ખાસ દિવસે તમે કુર્તાને જેકેટ અને પેન્ટ સાથે મલ્હારની જેમ સ્ટાઈલ કરી શકો છો. સટલ કલર્સ સાથે હાફ ઓપન જુતી સારી લાગશે. સાથે જ તમે એવિયેટર સ્ટાઈલ ચશ્મા પણ પહેરી શકો છો. જાે તમે રીસેપ્શન કે નાઈટ પાર્ટીમાં જઈ રહ્યા છો તો,

મલ્હારની જેમ ફોર્મલ લૂક કૅરી કરી શકો છો. શર્ટની સાથે શ્રગ સ્ટાઈલ જેકેટ અને ઉપરથી સ્લીવલેસ બ્લેઝર. બસ આટલું કરશો એટલે તૈયાર થઈ જશો તમે મોનોક્રોમ પાર્ટી લૂકમાં. ડેનિમ જેકેટ મલ્હારનું ઑલ ટાઈમ ફેવરિટ છે. લાઈટ પેન્ટ, બ્લેક ટીશર્ટ સાથે ડેનિમ જેકેટ તમને કૂલ અને ક્લાસી લૂક આપશે. આઉટંગ માટે આ બેસ્ટ આઉટફિટ છે. શિયાળામાં હૂંફ મેળવવા અને સ્ટાઈલિશ લાગવા માટે આ કોમ્બિનેશન પર્ફેક્ટ છે. તમે પ્રિન્ટેડ શર્ટની સાથે મેચિંગ પ્લેઈન સ્વેટશર્ટ પહેરી શકો છો અને સાથે વૉચ પહેરી લૂકને કમ્પલીટ કરો. મલ્હારનો આ લૂક ખૂબ જ કૂલ અને સિમ્પલ છે. સ્ટ્રાઈપ્ડ ટી-શર્ટ, ટ્રેક અને સાથે ટ્રેન્ડી સ્પેક્સ. આ લૂક એકદમ કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડી છે. જાે તમે કોઈ મીટિંગ કે ઈન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો આ લૂક પર્ફેક્ટ છે. ગ્રે પેન્ટ સાથે બ્લેક શર્ટ કે ટી-શર્ટનું ક્લાસિક કોમ્બિનેશન અને સાથે બ્લેક બ્લેઝર. પાતળા ફ્રેમવાળા ચશ્મા આ લૂકમાં વધી ચાર્મ એડ કરશે. જાે તમે લોંગ હેર અને બિયર્ડના ફેન હો તો મલ્હારના આ લૂક પાસેથી પ્રેરણા લઈ શકો છો. પર્ફેક્ટ બિયર્ડની સાથે જાડી ફ્રેમના ચશ્મા સરસ લૂક આપે છે.

Follow Me:

Related Posts