ગુજરાત

૮ વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

સાવલી અધિક સેસન્સ કોર્ટના જજ જે.એમ. ઠક્કરે વર્ષ ૨૦૧૬માં ડેસર તાલુકાના છાલીયેર ગામે ૮ વર્ષના બાળકનું અપહરણ કરી તેની હત્યાના કેસમાં દોષિત ધીરેન્દ્રસિંહ પુવાર (ઠાકોર)ને ફાંસની સજા સંભળાવી છે. સાથે જ મૃતક કિશોરના પરિવારને દસ લાખ રૂપિયા વળતર પેટે ચુકવવા આદેશ કર્યો છે. વર્ષ ૨૦૧૬માં વડોદરાના ડેસરના છાલીયેર ગામે ધોરણ-૨માં અભ્યાસ કરતો ૮ વર્ષનો બાળક અચાનક ગુમ થઈ જતાં તેના પરિવારના લોકો તેમજ ગ્રામજનોએ તેની શોધખોળમાં શરૂ કરી હતી. પરિવારે સાવલી, કાલોલ તેમજ છાલીયેર ગામના કોતરો અને આજુબાજુ ગામોમાં શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો નહી લાગતાં ડેસર પોલીસને જાણ કરતાં પોલીસ હરકતમાં આવી હતી. દરમિયાન ગુમ થયેલ બાળકના કાકાના દિકરાના મોબાઈલ ફોન પર મેસેજ આવ્યો હતો કે તમારો પુત્ર મારા કબજામાં છે તેને છોડાવવા ૧૦ લાખ રૂપિયા સાવલી આપવા આવો.

જેથી પોલીસને ફોન નંબર મળતાં તેઓએ મોબાઈલ નેટવર્ક તપાસ કરતાં તેનું છાલીયેરનું લોકેશન મળતું હતું. જેથી ગામમાં સઘન તપાસ કરતા ધીરેન્દ્રસિંહ પુવાર પર શંકા ગઈ હતી. જેથી તેની કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને અપહરણ કરેલ બાળક મારા ઘરમાં પહેલા માળે છે તેમ જણાવ્યું હતું. પોલીસ અને ગામલોકો ધીરેન્દ્રસિંહને લઈને તેના ઘરના પહેલા માળે જતાં એક ખોખામાં અપહરણ કરેલ બાળકની દોરડાથી હાથ બાંધેલી હાલતમાં લાશ મળતાં સૌ ચોકી ગયા હતા. ધીરેન્દ્રસિંહ પુવારની પૂછપરછ કરતાં તેને બાળકને ફટાકડા આપવાના બહાને ઘરમાં બોલાવ્યો હતો અને સૃષ્ટી વિરૂદ્‌ઘનું કૃત્ય આચર્યું હતું. જેથી બાળકે બૂમો પાડતાં તેનું ગળુ દબાવીને મારી નાખી ખોખામાં તેની લાશને સંતાડી દીધી હતી. ગુનાની કબૂલાત કરતાં પોલીસે અપહરણ અને ખૂનની કલમો લગાવીને ધીરેન્દ્રસિંહની ધરપકડ કરી હતી. જે મામલે સાવલી કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી છે. ફાંસીની સજાના કિસ્સામાં સુપ્રીમ કોર્ટમાં ૧૮ ચુકાદા વારંવાર ચર્ચાનો પ્રસંગ બન્યા છે. બચ્ચનસિંગ અને ર્નિભયા કેસમાં મૃત્યુ દંડ માટે જે સિદ્ધાંતો પ્રસ્થાપિત કરાયા તેને ધ્યાને લેવા જરૂરી છે. આ કૃત્યને હળવાશથી લેવાય તેમ નથી. બાળક ૮ વર્ષનું નિર્દોષ હતું, ફૂલ સમાન કોમળ હતું, તે પ્રતિકાર કે બચાવ કરી શકે તેમ ન હતું. તે કોઇના કુટુંબનું નિર્દોષ સ્મિત હતું તો માતા-પિતાની આંખનું સ્વપ્ન હતું. સાવલી કોર્ટનો આવેલો ચુકાદો ૧૬૬ પેજનો હતો. આ કેસમાં બંને પક્ષે ખૂબ જ લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવી હતી. ચુકાદામાં કુલ ૨૩ મૌખિક અને ૪૮ દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા હતા. ફાંસીના ચુકાદામાં ન્યાયાધીશે આરોપીને ગળે ફાંસો નાખી તે મૃત્યુ પામે ત્યાં સુધી લટકાવી ફાંસીની સજા ફરમાવવામાં આવે છે

તેવો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે સજાની બહાલી માટે એસલ રેકોર્ડ હાઇકોર્ટ મોકલી આપવાનો પણ આદેશ કર્યો હતો. આ પ્રકારના બનાવો સમાજમાં દિન પ્રતિદિન વધ્યા છે. હાલના સમાજમાં અનિયંત્રિત ઓટીપી અને ઇન્ટરનેટ પ્લેટફોર્મ, વેબ સિરીઝ વગેરે સાહિત્ય દર્શાવે છે. હિંસક ગેમિંગ સહેલાઇથી મળી રહે છે ત્યારે તે પણ જવાબદાર હોવાનું માની શકાય છે. આરોપીની વર્તણૂક અને ચહેરાના હાવભાવ જાેતાં તેમાં કોઈ સુધારો આવે કે પુનઃસ્પાપન કરી શકાય તેવા સંજાેગો જાેવા મળતા નથી. ૮ વર્ષના બાળકની હત્યા કરવામાં આવી છે અને તેના કારણે માતા-પિતાએ વિના વાંકે બાળક ગુમાવ્યું છે અને આજીવન સજા ભગવી રહ્યાં છે. તે જાેતાં આરોપીની સજા તેનાથી વિશેષ હોવી જાેઇએ અને તો જ યોગ્ય અને અસરકારક ન્યાય કહી શકાય.વડોદરા નજીક સાવલીના છાલીયેર ગામે આઠ વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા નિપજાવવાના કેસમાં દોષિત યુવકને સાવલી કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. સાથે જ મૃતક બાળકના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.

Follow Me:

Related Posts