fbpx
અમરેલી

અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને વરસડામાં રાત્રિ ગ્રામસભા યોજાઇ

જિલ્લા વિકાસ અઘિકારીશ્રી દિનેશ ગુરવના  અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લાના વરસડા સ્થિત ગ્રામ પંચાયત ખાતે  રાત્રિસભા યોજાઇ હતી. તાલુકા વિકાસ અધિકારીશ્રી ત૫ન ત્રિવેદી અને વરસડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી કાળુભાઇ વાળા તથા તમામ સંલગ્ન અઘિકારીશ્રી, કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.

વરસડા ગામલોકોની સહભાગીદારીથી રાત્રિસભામાં બહેનો અને ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી. રાત્રિસભામાં ગ્રામ વિકાસની સ્વચ્છ ભારત મિશન (ગ્રા), મનરેગા, પ્રધાનમંત્રી આવાસ, મિશન મંગલમ, આંગણવાડી, ખેતીવાડી, આરોગ્ય, પંચાયત, સિંચાઇ, નાણાપંચ, વગેરે યોજનાથી સંબધિત કચેરીના અધિકારી-કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. સ્થળ ૫ર ગ્રામજનોને સાથે ગામમાં થયેલ કામોની વિગતે ચર્ચા અને જાહેરાત પણ કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કેન્સર પીડિત દર્દીને સહાય ચેક વિતરણ તથા વિવિધ ગ્રામજનો સાથે પ્રશ્ન તથા સાફલ્યગાથાની ચર્ચા કરવામાં આવી હતી.  અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી દ્વારા ગ્રામ વિકાસની વિવિધ યોજનાની માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ. જિલ્લાના વધુમાં વધુ નાગરિકો વિવિધ સરકારી સહાય યોજનાનો લાભ લઇ ગામ સમરસ, મોડેલ બને તે માટે ગામના લોકો એક થઇ સમગ્ર જિલ્લામાં દાખલો બેસાડી તેવો અનુરોધ કર્યો હતો.  આ રાત્રિ સભામાં અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts