માત્ર દોઢ બે કલાકના અંતરમાં મેહુલ વ્યાસ દ્વારા બબ્બે ચક્ષુદાન લેવામાં આવેલ
મેહુલભાઈ વ્યાસ કે જેઓ ઇન્ડિયન સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચ સેક્રેટરી છે અને ગજાનંદ લેબોરેટરી નામે લેબોરેટરી ચલાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ચક્ષુદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. કોઈપણના સ્નેહી સ્વજનના અવસાન બાદ પરિવારજનોની સંમતિથી શ્રી મેહુલ વ્યાસ સ્વખર્ચે અમરેલી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ જઈ અને ચક્ષુદાન સ્વીકારે છે.ગત રાત્રિના 10:00 કલાકે દામનગર ખાતે મનજીભાઈ બધા ભાઈ ચૌહાણ નું ચક્ષુદાન લેવા જઈ રહ્યા હતા તે સમયે ધોધમાર વરસાદ હોવા છતાં સ્થળ પર પહોંચી ચક્ષુદાન લીધેલ… ત્યાં ચક્ષુદાન લીધા બાદ રાત્રે 11:30 કલાકે સિવિલ હોસ્પિટલ સાવરકુંડલાના પીએમ રૂમમાંથી રમેશભાઈ ફુલચંદભાઈ બુહા નું પણ ચક્ષુદાન લીધેલ. માત્ર દોઢ બે કલાકના અંતરમાં શ્રી મેહુલ વ્યાસ દ્વારા બબ્બે ચક્ષુદાન લેવામાં આવેલ. દ્વારા કરવામાં આવતી આ પ્રવૃત્તિ સરાહનીય છે…
Recent Comments