fbpx
વિડિયો ગેલેરી

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને “બેટી બચાવો બેટી પઢાઓ” જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ

આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને “બેટી બચાવો બેટી પઢાઓ” જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. ભારત સરકાર દ્વારા ઘટતા સ્ત્રી જાતિદરને નિયંત્રણમાં લાવવા તેમજ દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે સમગ્ર દેશમાં “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અમલી છે. આ યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ વર્ષ-૨૦૧૫માં કરવામાં આવ્યો છે. તેની અમલવારી માટે જિલ્લા કક્ષાએ નોડલ ઓફિસર તરીકે જિલ્લા મહિલા અને બાળ અધિકારીને નિયુક્ત છે. બેઠકમાં યોજનાના એકશન પ્લાન વર્ષ ૨૦૨૧-૨૨ની કામગીરી વિષયક સમગ્રલક્ષી ચર્ચા કરવામાં આવી હતી. “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના વર્ષ ૨૦૨૨-૨૩ના એકશન પ્લાન બાબતે પણ ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી. આજની બેઠકમાં “બેટી બચાવો બેટી પઢાઓ” યોજનાના ઈનોવેટિવ કાર્યક્રમ અંગે સભ્યશ્રીઓ તરફથી સૂચનો પણ કરવામાં આવ્યા હતા જેમાંસમગ્ર જિલ્લામાં “બેટી બચાવો બેટી પઢાઓ”ને લઈ વિવિધ માધ્યમો થકી જાગૃત્તિ વધારવી. “બેટી બચાવો બેટી પઢાઓ” વિષય પર કોલેજોમાં સંશોધનાત્મક નિબંધો તૈયાર થાય અને જનજાગૃત્તિ વધે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

          જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળા દ્રારા દરેક તાલુકામાં અને નગરપાલિકાઓમાં ઇનોવેશન અને આઉટરીચ એક્ટિવિટીઝ અંતર્ગત કિશોરીમેળાના આયોજન બાબતે સૂચન કરવામાં આવ્યું હતું. “બેટી બચાવો બેટી પઢાઓ” યોજનાની જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ કમિટીની બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો.જનકસિંહ ગોહિલજિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.જયેશ પટેલ અને સાયબર ક્રાઇમ-અમરેલીના પી.આઈશ્રી એચ.કે.મકવાણા સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts