fbpx
ગુજરાત

ભરુચના જંબુસરમાં મહિલા દુકાનદારને ટોળાએ સળગાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચના જંબુસરના કાવી રીંગ રોડ પર ગણેશ પ્રોવિઝન સ્ટોરના નામે દુકાન ધરાવતો વિશાલ કાલીદાસ રાઠોડ દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે ભાગલીવાડમાં રહેતો માહિર નામનો શખસ ત્યાં પહોંચ્યો હતો અને સીગારેટ ખરીદી હતી. વિશાલે માહિર પાસે સીગારેટના રૂપિયા માગતા શખસે અપશબ્દો બોલ્યા હતા. જેના પગલે બંને વચ્ચે તકરાર થઇ હતી. દરમિયાન માહિરે તેના સાગરિતોને ફોન કરી બોલાવતા થોડીવારમાં જ અલગ અલગ વાહનો પર ૨૫થી ૩૦ લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને વિશાલ અને તેના ભાઇ સાથે ઝપાઝપી કરવા લાગ્યું હતું. ટોળા પૈકીના કેટલાંકે તેમની પાસેની બોટલોમાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી દુકાન પર છાંટવાનો પ્રયાસ કર્યો હતો. તે વેળાં પાડોશમાં રહેતી બચીબેન નામની વૃધ્ધા છોડાવવા વચ્ચે પડતાં તેમણે વૃધ્ધા પર પણ જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું. ટોળાએ હંગામો કર્યો હોઇ કોઇએ પોલીસને જાણ કરી દીધી હોવાને કારણે ટોળું આગજનીની વારદાતને અંજામ આપે તે પહેલાં જ પોલીસ કાફલો ત્યાં દોડી આવતાં પોલીસને જાેઇ તમામ હૂમલાખોરો નાસી છુટ્યાં હતાં. બનાવ અંગે વિશાલે સિગરેટ ખરીદી કરવા આવેલાં માહિર તેમજ તેની સાથેના ૨૫થી ૩૦ લોકોના ટોળા વિરૂદ્ધ જંબુસર પોલીસ મથકે આઇપીસીની કલમ ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨), ૩૦૭, ૪૩૬ તેમજ જીપી એક્ટ૧૩૫ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

દુકાનમાં આગજની કરવાનો અને વૃદ્ધાને સળગાવી દેવાના પ્રયાસ જેવી ગંભીર ઘટના અંગે ભરૂચ એસપી ડો. લીના પાટીલને જાણ થતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. ઉપરાંત માહોલ વધુ ન વણસે તે માટે વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવા સાથે વિશાલ રાઠોડની દુકાન પાસે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસની અલગ અલગ ટીમોએ વિશાલ રાઠોડની ફરિયાદના આધારે બનાવના ગણતરીના કલાકોમાં જ હૂમલો કરનાર ટોળા પૈકીના ૨૧ શખ્સોની ધરપકડ કરી છે. જાેકે, પોલીસે હજી આરોપીઓના નામ જાહેર કર્યાં નથી. હુ અને મારો ભાઇ દુકાન બંધ કરી રહ્યો હતો. ત્યારે ભાંગલીવાડનો માહિર નામનો યુવાન આવ્યો હતો. તેણે સિગરેટ માંગતાં તેને આપી હતી. જે બાદ મે તેની પાસે રૂપિયા માંગ્યા તો તેણે અપશબ્દો કહી મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. અરસામાં તેણે તેના મિત્રોને ફોન કરી બોલાવતાં તેઓએ આવી હંગામો કર્યો હતો. કોઇ જ્વલનશીલ પ્રવાહી અમારા પર અને દુકાન પર છાંટ્યું હતું. બાજુમાં રહેતાં બચીમાસી છોડાવવા આવતાં તેમના પર પણ પ્રવાહી છાંટ્યું હતું. જાેકે, એટલામાં પોલીસ આવી જતાં બધા ભાગી ગયાં હતાં. પોલીસે આવવામાં થોડું પણ મોડું કર્યું હોત તો તેઓ આગચાંપી દેત. માહિર ક્યારેક ક્યારેક જ અમારી દુકાને આવે છે તેની સાથે અગાઉની કોઇ તકરાર પણ નથી. છતાં તેણે કેમ આવુ કર્યું તે અમને પણ સમજાતું નથી. લઘુમતિકોમના ટોળાએ હૂમલો કર્યો હોવાનો અને તેમાંય સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની વાત વાયુ વેગે પંથકમાં ફેલાઇ જતાં ભારેલા અગ્ની જેવો માહોલ ઉભો થયો હતો.

ભરૂચ એસપીએ તુરંત જંબુસરમાં એસઆરપી જવાનોની ટુકડી ઉતારી દીધી હતી. જંબુસર શહેરના વિવિધ વિસ્તારોમાં એસઆરપી જવાનોની ફ્લેગમાર્ચ કરી સંવેદનશીલ વિસ્તારોનો ચિતાર મેળવવા સાથે વિવિધ પોઇન્ટ પર બીજી તરફ પોલીસની એક ટીમે ૨૧ જેટલાં આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. શુક્રવારે જગન્નાથ રથયાત્રા અને બાદમાં બકરી ઇદનો તહેવાર આવતો હોઇ પંથકમાં કાયદો અને વ્યવસ્થા સુપેરે પાર પડે તે માટે એસપી ડો. લીના પાટીલે પુરતો બંદોબસ્ત ખડકી દીધો હતો. જંબુસરમાં મહિલા ઉપર જવલનશીલ પ્રવાહી છાટવામાં આવ્યું હતું તે આરોપીની રિક્ષામાંથી કાઢવામાં આવેલી બોટલમાં ઓઇલ, પેટ્રોલ – ડિઝલ છે કે બીજું કઇ તેનો અહેવાલ એફ.એસ.એલ આપશે. આ બનાવ અંગત અદાવતનો નહીં પરંતુ અચાનક બનેલી ઘટના છે. ૨૧ આરોપીઓને ઝડપી લેવાયા છે અને તેમને કાલે કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવામાં આવશે. ભરુચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રથયાત્રાનું પર્વ ઉજવાવાનું છે તેના ૩૬ કલાક પહેલાં જંબુસરમાં સીગારેટના નાણાં ચુકવવાની તકરારમાં હિન્દુ દુકાનદાર યુવક અને પરિચિત વૃધ્ધા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવાનો પ્રયાસ થયો હતો. ગામમાં જ રહેતા માહિર નામના શખસ સાથે દુકાનદારને સીગારેટના પૈસા લેવા બાબતે તકરાર થતા માહિરે અન્ય ૨૫ થી ૩૦ લોકોના ટોળાને બોલાવી આ કૃત્ય આચર્યું હતું. પોલીસે માહિર સહિત ૨૧ આરોપીની ધરપકડ કરી લીધી છે પણ રથયાત્રા હોવાથી શાંતિ ડહોળાય નહીં તે માટે આરોપીઓના નામ જાહેર કર્યા નથી. કરાયાં નથી. હાલ જંબુસરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/