બોલિવૂડ

અભિનેત્રી કીર્તિ કુલ્હારીએ રોમાંચક રોડ ટ્રિપ એન્જાેય કરી

ઈન્સ્ટાગ્રામ પર કીર્તિ કુલ્હારીએ લાંબી પોસ્ટ શેર કરી છે અને ૮૦૦ કિમી બાઈક ટ્રિપનો એક્સપિરિયન્સ શેર કર્યો છે. તેણે રોયલ એનફિલ્ડ બાઈકને કિસ કરતો ફોટો મૂક્યો છે અને બાઈકને પાર્ટનર ઈન ક્રાઈમ તરીકે ગણાવ્યું હતું. આઠ દિવસની સફરમાં પોતે બિલકુલ સેફ હોવાનું જણાવીને કીર્તિએ પોતાની આ પ્રકારની પહેલી બાઈક ટ્રિપની વાત કરી હતી. એક વર્ષ પહેલા આ પ્રકારની ટ્રિપનો વિચાર કર્યો હતો અને હવે તે સપનું પૂરું થયું છે. ટ્રિપના સપનાને સાચું બનાવવા બદલ તેણે કેટલાક ફ્રેન્ડ્‌સનો આભાર માન્યો હતો. જેમણે ઊડાન માટે પાંખો ફેલાવી ત્યારે ઊંચા ઊડવામાં સપોર્ટ કર્યો હતો. બાઈક ઉપરાંત પ્રિયંકા ચંદ્રા, સુશિલ ચંદ્રા તથા અન્ય મિત્રોને સપોર્ટ બદલ આભાર માન્યો હતો. થોડા દિવસોમાં રોડ ટ્રિપના બધા ફોટોગ્રાફ શેર કરવાની કીર્તિએ ખાતરી આપી હતી. ઓટીટી સિરીઝ હ્યુમનના કારણે જાણીતી બનેલી એક્ટ્રેસ કીર્તિ કુલ્હારીએ રીસેન્ટલી રોમાંચક રોડ ટ્રિપ એન્જાેય કરી હતી. વેબ સિરીઝમાં બોલ્ડ કેરેક્ટર ભજવનારી કીર્તિએ રીયલ લાઈફમાં પણ આવી જ પ્રકૃતિ ધરાવે છે. એડવેન્ચરને ખૂબ પસંદ કરતી કીર્તિ પોતાનું બાઈક લઈને છેક લેહ પહોંચી હતી અને આઠ દિવસના પોતાના એક્સપિરિયન્સ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને સાથે આ સફરમાં સાથ આપનારા બાઈકર્સનો તેણે આભાર માન્યો હતો.

Related Posts