fbpx
ગુજરાત

વિજય દેવરાકોંડા ફિલ્મ લીગરના પોસ્ટરમાં ન્યૂડ જાેવા મળ્યો

ફિલ્મ ‘લીગર’ના લીડ એક્ટર વિજય દેવરાકોંડાએ સોશિયલ મીડિયામાં ફિલ્મનું પોસ્ટર શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, એક એવી ફિલ્મ જેણે મારુ બધુ લઇ લીધુ. પર્ફોર્મન્સની રીતે, મેન્ટલી, ફિઝિકલી. અત્યાર સુધીનો મારો સૌથી પડકારરૂપ રોલ હતો. મે તમને મારુ બધુ આપી દીધુ છે. કમિંગ સુન વિજય દેવરાકોંડાના આ લુક પર લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. પોસ્ટર અંગે સોશિયલ મીડિયા યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયા જાેવા મળી રહી છે. ઘણા લોકો વિજય દેવરાકોંડાનો આ લુક જાેઇને પીકેને યાદ કરી રહ્યા છે, જ્યારે કેટલાકે લખ્યું કે તમે નિરાશ કર્યા છે. અમુક ફેન્સે કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં ઘણા ઓછા કલાકાર એવા છે જે આ પ્રકારના બોલ્ડ રોલ્સ સ્વીકારે છે. યુઝર્સ પીકેમાં આમિર ખાનના લુકને પણ શેર કરી રહ્યા છે, જેમાં તે કપડા વગર જાેવા મળ્યો હતો. વિજય દેવરાકોંડાની ફિલમ ‘લીગર’ જાહેર થઇ ત્યારથી જ ચર્ચામાં છે.

ફિલ્મમાં અનન્યા પાંડે ફીમેલ લીડ રોલ પ્લે કરતી જાેવા મળશે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડાની સીધી ટક્કર બોક્સર માઇક ટાઇસન સાથે જાેવા મળશે. ફિલ્મમાં મકરંદ પાંડે પણ મહત્વના રોલમાં નજરે પડશે. આ ફિલ્મ માટે દર્શકોએ ઘણી રાહ જાેઇ છે અને હવે આગામી સમયમાં ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવશે.અભિનેતા વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લીગર’ (ન્ૈખ્તીિ) ઘણી ચર્ચામાં છે. આજે શનિવારે મેકર્સે ‘લીગર’માં વિજય દેવરાકોંડાનું નવું પોસ્ટર રીલિઝ કર્યું છે, જેમાં તે ન્યૂડ જાેવા મળી રહ્યો છે. તેના એક હાથમાં બુકે છે, જેના દ્વારા તેણે પ્રાઇવેટ પાર્ટ્‌સ છુપાવ્યા છે. વિજય દેવરાકોંડાનું આ પોસ્ટર રીલિઝ થવાની સાથે જ ચર્ચામાં આવી ગયો છે. આ પહેલાં આમિર ખાનની ફિલ્મ પીકે માટે આવું જ પોસ્ટર બનાવવામાં આવ્યું હતું, જેણે વિવાદ સાથે ચર્ચા જગાડી હતી.

Follow Me:

Related Posts