સક્રેડ ગેમ્સની અભિનેત્રી કુબ્રા સૈતે ગર્ભપાત કર્યો હતો જેનો ખુલાસો થયો

‘સેક્રેડ ગેમ્સ’ ફેમ કુબ્રા સૈત હવે તે સ્ટાર્સના લિસ્ટમાંથી એક છે, જેમનું જીવન પુસ્તકના સ્વરૂપમાં સામે આવ્યું છે. કુબ્રાના જીવન પર આધારિત ‘ઓપન બુકઃ નોટ ક્વિટ અ મેમોયર’નું વિમોચન હાલમાં જ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં સેક્રેડ ગેમ્સ સ્ટારના જીવનના ઘણા પાસાઓ ઉજાગર કરવામાં આવ્યા છે. તેની સાથે બાળપણમાં થયેલી છેડતી હોય કે પછી બોડી શેમિંગ, આ પુસ્તકમાં કુબ્રાએ તમામ વાતોનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકના એક પ્રકરણમાં કુબ્રાએ ચોંકાવનારી વાત પરથી પડદો ઉચક્યો છે. તેણે ખુલાસો કર્યો કે તે ‘વન નાઇટ સ્ટેન્ડ’ બાદ ગર્ભવતી બની હતી. તે સમયે તેની ઉંમર ૩૦ વર્ષ હતી. આવી સ્થિતિમાં કુબ્રાએ ગર્ભપાતનો ર્નિણય લીધો હતો. કુબ્રાએ પુસ્તકમાં જણાવ્યું છે કે, આ વાત ૨૦૧૩ની છે. તે સમયે કુબ્રા અંડમાનના પ્રવાસે હતી. ‘આઇ વોઝ નોટ રેડી ટૂ બી અ મધર’ નામના શિર્ષક હેઠળના ચેપ્ટરમાં તેણે જણાવ્યું કે, અંડમાનમાં તેના એક નિકટના મિત્ર સાથે વન નાઇટ સ્ટેન્ડ બાદ તે પ્રેગ્નેન્ટ થઇ ગઇ હતી. કુબ્રાએ પ્રકરણમાં ખુલાસો કર્યો કે તે માતા બનવા માટે તૈયાર નહોતી. આવી સ્થિતિમાં તેણે ગર્ભપાતનો ર્નિણય લીધો. વન નાઇટ સ્ટેન્ડના થોડા સમય બાદ કુબ્રાને પ્રેગ્નેન્સી વિશે જાણ થઇ. તે તેના માટે તૈયાર નહોતી. પબ્લિકેશન સાથે વાત કરતાં કુબ્રાએ કહ્યું કે, જ્યારે તે પાછળ ફરીને જુએ છે તો તેને પોતાના ર્નિણય પર કોઇ પસ્તાવો થતો નથી.
Recent Comments