ગુજરાત

કંજણહરિ ગામમાં સરપંચ સહિત ૪૧ લોકોને પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપ્યા

વલસાડના કંજણહરિ ગામમાં બંગ્લામાં ચાલતી દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પડ્યો હતો. એક સગીર સહિત ૪૧ જેટલા શખ્સો દારૂની મહેફીલ માણતા રંગેહાથ ઝડપાયા હતા. શરાબ અને કબાબની મહેફિલ માણતા લોકો પોલીસને જાેઈ સ્તબંધ થઈ ગયા હતા. વલસાડના ધારાસભ્ય ભરત પટેલના સૌથી નજીક ગણાતા એવા નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ, ડેપ્યુટી સરપંચ અને તેમના સમર્થકો દારૂની રેડ દરમિયાન ઝડપાયા હતા. રેડ દરમિયાન ૨૫ લીટર ઈંગ્લીશ દારૂનો જથ્થો, પાંચ કાર, બાઈક મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ વલસાડ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. વલસાડ ગ્રામ્ય પોલીસમાં આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કંજણહરિ ગામમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર એલસીબીની ટીમે સપાટો બોલાવ્યો હોવાની જાણ થતા પંથકમાં ચકચાર મચી હતી.વલસાડના કંજણહરિ ગામમાં ચાલતી દારૂની મહેફિલમાં એલસીબીની ટીમે રેડ પાડી હતી. વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નાનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ તેમજ એક સગીર સહિત ૪૧ લોકોને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યાં હતા. એલસીબીની ટીમે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ત્યારે આ અંગે વલસાડ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts