દિલ્હીની લવ મેરેજ કરનારા પતિએ જ પત્નીની હત્યા કરી નાંખી
દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની પત્નીની ગળે ટૂંપો આપીને હત્યા કરી દીધી છે. પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ ઘટનાની જાણ મૃતક મહિલાના દેવરે પોલીસને કરી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. ઘટના પછી આરોપી ફરાર છે. પોલીસ આરોપી શોધ માટે છાપેમારી કરી રહી છે. જાણકારી પ્રમાણે ૬ વર્ષ પહેલા અનિલે ઓડિસાની રશ્મિ સાથે લવ મેરેજ કર્યા હતા. આ પહેલા અનિલ બુલંદશહેરમાં રહેતો હતો. એક વર્ષ પહેલા આ દંપત્તિ દિલ્હીમાં રહેવા આવ્યું હતું. રોહિણીના સેક્ટર ૧૬માં એક મકાનમાં ભાડે રહેતા હતા. આરોપ છે કે આ દરમિયાન ફેક્ટરીમાં કામ કરતા બબલુ નામના એક વ્યક્તિ સાથે રશ્મિની મિત્રતા થઇ ગઈ હતી. જેને લઇને અનિલ અને રશ્મિ વચ્ચે ઘણા ઝઘડા થતા હતા. આ ઝઘડા વિશે અનિલ પોતાના ભાઇ સુનીલને પણ ક્યારેક-ક્યારેક જણાવતો હતો. કેટલાક દિવસો પહેલા અનિલ ઘરેથી ક્યાંક બહાર ગયો હતો. જ્યારે આવીને જાેયું તો બબલુ તેની પત્ની સાથે ઘરમાં હાજર હતો. આ ઘટનાથી પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો અને ઝઘડો થયો હતો. આ પછી ગુસ્સામાં અનિલે પોતાની પત્ની રશ્મિની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ દરવાજાનો બહારથી બંધ કરીને ફરાર થઇ ગયો હતો. લગભગ ૨ કલાક પછી અનિલે પોતાના ભાઇ સુનીલને આ ઘટના વિશે ફોન પર જાણકારી આપી હતી.
Recent Comments