શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ ૬ જુલાઈ ૧૯૦૧ના રોજ થયો હતો. તેઓ બંગાળી પરિવારના હતા અને તેમના પિતાનું નામ આશુતોષ મુખર્જી હતું, જેઓ કલકત્તા હાઈકોર્ટના જજ હતા. પ્રસાદે ૧૯૦૬માં ભવાનીપુરમાં મિત્ર સંસ્થાનમાંથી પ્રારંભિક શિક્ષણની શરૂઆત કરી હતી. મેટ્રિકની પરીક્ષા પાસ કરીને પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ લીધો. તેઓ ૧૯૧૬માં ઇન્ટર-આર્ટસ પરીક્ષામાં ૧૭મા ક્રમે આવ્યા અને ૧૯૨૧માં અંગ્રેજીમાં પ્રથમ સ્થાન મેળવીને સ્નાતક થયા. વર્ષ ૧૯૨૪ શ્યામા પ્રસાદ મુખર્જી માટે સારો અને ખરાબ બંને સમય લઈને આવ્યું. જ્યારે તેમણે ૧૯૨૪માં કોલકાતા હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રવેશ મેળવ્યો ત્યારે બીજી તરફ તેમના પિતાનું નિધન થયું. આ સાથે, ૧૯૩૪માં, પ્રસાદને કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલરો હોદ્દો પ્રાપ્ત થયો. તેઓ એક ક્વોલિફાઈડ બેરિસ્ટર હતા જેમને શિક્ષણનો શોખ હતો. મુખર્જીએ ૧૯૪૬માં બંગાળના વિભાજનની હાકલ કરી હતી જેથી મુસ્લિમ બહુમતી ધરાવતા પૂર્વ પાકિસ્તાનમાં તેના હિંદુ બહુમતી વિસ્તારોને સામેલ ન થાય. ૧૫ એપ્રિલ ૧૯૪૭ના રોજ, તારકેશ્વર ખાતે મહાસભા દ્વારા આયોજિત બેઠકમાં, તેમને બંગાળના વિભાજનની ખાતરી કરવા માટે પગલાં લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા.
તત્કાલીન પ્રધાનમંત્રી સાથેના અભિપ્રાયના સંઘર્ષ પછી, તેમણે કોંગ્રેસ છોડી દીધી અને જનતા પાર્ટીની સ્થાપના કરી. આ પક્ષ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નામે પ્રસિદ્ધ છે. તેઓ બંધારણની કલમ ૩૭૦ના સ્પષ્ટ વિરોધી હતા અને ઇચ્છતા હતા કે કાશ્મીર સમગ્ર રીતે ભારતનો હિસ્સો બને અને ત્યાં અન્ય રાજ્યોની જેમ સમાન કાયદો લાગુ હોય. કલમ ૩૭૦ની સામે એમણે આઝાદ ભારતમાં અવાજ ઉઠાવ્યો હતો. એમનું કહેવું હતું કે એક દેશમાં બે બધારણ અને બે પ્રધાન નહીં ચાલે. તેઓ ઇચ્છતા હતા કે કાશ્મીરમાં આવવા-જવા માટે કોઈની પરવાનગી ન લેવી પડવી જાેઈએ. ૧૯૫૩માં ૮ મેના રોજ વગર કોઈ પરવાનગીએ તેઓ દિલ્હીથી કાશ્મીર માટે નીકળી પડ્યા. તેથી તેમણે પરવાનગી વિના જમ્મુ-કાશ્મીરમાં એન્ટ્રી લીધી હતી, ત્યારબાદ કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી હતી અને ધરપકડ દરમિયાન ૪૦ દિવસમાં તેમનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું.
આખો દેશ આજે શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ મનાવી રહ્યો છે. તેઓ ભારતીય જનસંઘના ફાઉન્ડરની સાથે સાથે ભારતના પહેલા ઇન્ડસ્ટ્રી અને સપ્લાય મિનિસ્ટર હતા. તેમની રાજકીય બાબતો વિશે સૌ કોઈ જાણે છે પણ તેમની પર્સનલ લાઇફ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમની ખાસ વાતો આ આર્ટિકલમાં વાંચવા મળશે. સમૃદ્ધ વ્યક્તિત્વ ધરાવતા શ્યામા પ્રસાદ મુખર્જી પણ રાજકારણની દુનિયાના સિતારા હતા. તેઓ ભારતીય જનસંઘના સ્થાપક તેમજ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી હતા. શ્યામા પ્રસાદ મુખર્જી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા પરંતુ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સાથેના વિચારોના સંઘર્ષને કારણે તેમણે પાર્ટી છોડી દીધી હતી.
Recent Comments