fbpx
ભાવનગર

મારી દીકરીની હ્રદયની બીમારીની સફળ સારવાર કરતી રાજ્ય સરકાર- રાજુભાઇ ચૌહાણ

દીકરી એટલે વ્હાલનો દરિયો. એમાં પણ પિતા માટે દીકરી ઘરેણું છે ત્યારે રાજ્ય સરકારે દીકરીઓ માટે અનેક યોજનાઓ અમલમાં છે. દીકરીનાં ભણતર થી લગ્ન થાય ત્યાં સુધી અનેક યોજનાઓ છે ત્યારે ભાવનગરની નજીકનાં માલણકા ગામનાં રાજુભાઇ સાવજીભાઈ ચૌહાણને શાળાએ જતી દીકરીનાં હૃદયમાં કાણું છે એવી ખબર પડતાં તેમના પર જાણે આભ તૂટી પાડ્યું હતું

        વાત છે ભાવનગર નજીક આવેલા માલણકા ગામે રહેતા રાજુભાઇ સાવજીભાઈ ચૌહાણની દીકરીની જેને હૃદયમાં આવેલા કાણાની ખબર પડતાં જાણે કે આભ તૂટી પાડ્યું હતું. સામાન્ય પરિવાર થી આવતા સાવજીભાઈ પાસે દીકરીનાં ઓપરેશનનાં પૈસા કેવી રીતે ભેગા કરવા તેની ચિંતા હતી ત્યારે શાળામાં આવેલા આરોગ્ય કેમ્પમાં દીકરીનાં આરોગ્યની તપાસ કરવામાં આવી અને તેને શાળામાંથી જ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કાઢી આપવાની સુવિધા કરી આપવામાં આવી.

        કાર્ડ ગામડામાં જ કાઢી આપ્યા બાદ પ્રાથમિક તપાસ ભાવનગર ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં કરવામાં આવી હતી ત્યાર બાદ હૃદયનું ઓપરેશન અમદાવાદ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં મફતમાં કરી આપવામાં આવ્યું છે આમ આજે તેમની દીકરીની સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની મદદથી રાજ્ય સરકાર દ્વારા મફતમાં કરી આપવામાં આવી હતી.

        આ તકે  ભાવનગર જિલ્લામાં માલણકા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રા આવતા રાજુભાઇએ જ્યારે વાત કરી ત્યારે દીકરીની આંખમાં પણ જાણે કે હર્ષનાં આસું આવી ગયા હતા.         અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાન મંત્રી જન આરોગ્ય કાર્ડ દ્વારા છેવડાનાં ગામડામાં રહેતો માણસ પણ મોટા  શહેરમાં આવેલી હોસ્પિટલમાં સરળતાથી સારવાર મેળવી શકે તેવો રાજ્ય સરકારનો ઉદેશ્ય છે.   

Follow Me:

Related Posts