fbpx
બોલિવૂડ

શ્રદ્ધા કપૂરે ભાઈ સિદ્ધાંત કપૂર માટે ઘરે પાછા ફરવાની પોસ્ટ શેર કરી

શ્રદ્ધાએ દેશના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ એપ પર તેના ભાઈ સિદ્ધાંત કપૂર માટે ઘરે પાછા ફરવાની પોસ્ટ શેર કરી છે, તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ સાથે શ્રદ્ધાએ તેના ભાઈ સાથે ખૂબ જ સુંદર તસવીર પણ પોસ્ટ કરી છે, જેને યૂઝર્સ અને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. બંને કપૂર ભાઈ-બહેનના એકબીજા સાથે ખૂબજ ગાઢ સંબંધ છે અને પોતાની ‘ઘર વાપસી’ બતાવવા માટે, તેણે કૂ એપ પર પોતાની અને તેના ભાઈની સુંદર તસવીર પોસ્ટ કરી. ૨૦૧૮ની ફિલ્મ ‘પલટન’માં દમદાર ભૂમિકા ભજવનાર અભિનેતા સિદ્ધાંત કપૂરે બુધવારે તેનો ૩૮મો જન્મદિવસ ઉજવ્યો. સિદ્ધાંત બોલિવૂડના જાણીતા અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ છે. સિદ્ધાંતનો જન્મ ૬ જુલાઈ ૧૯૮૪ના રોજ મુંબઈમાં થયો હતો. તે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં જાેવા મળી ચુક્યો છે. શ્રધ્ધાના ભાઈ હોવાની બાબતને ભાગ્યશાળી માને છે સિદ્ધાંત કપૂર ખૂબ જ ખુશ છે કે તેની બહેન શ્રદ્ધા કપૂર બોલિવૂડમાં સારું કામ કરી રહી છે. તે કહે છે કે શ્રદ્ધા ખૂબ જ સરળતાથી પાત્રમાં આવી જાય છે. મને તેનો ભાઈ હોવાનો ગર્વ છે. સ્ક્રીન પર દેખાયા પહેલા, તેણે પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક પ્રિયદર્શન સાથે બે વર્ષ સુધી કામ કર્યું. સિદ્ધાંતે પ્રિયદર્શન સાથે ભૂલ ભૂલૈયા, ભાગમ ભાગ, ચૂપ ચૂપ કે, ઢોલ સહિતની ઘણી ફિલ્મોમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું છે. પડદા પાછળની ઘોંઘાટને સમજ્યા પછી, તેણે પિતા અને બહેનની જેમ ફિલ્મોમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું.

સિદ્ધાંત કપૂરે વર્ષ ૨૦૧૩માં અભિનેતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેણે ૯ થી ૧૦ ફિલ્મોમાં કામ કર્યું છે. શૂટ આઉટ એટ વડાલાઃ સિદ્ધાંત કપૂર જાેન અબ્રાહમ, અનિલ કપૂર, કંગના રનૌત સ્ટારર શૂટ આઉટ એટ વડાલામાં જાેવા મળ્યો હતો. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. અગ્લીઃ વર્ષ ૨૦૧૪માં રિલીઝ થયેલી ફિલ્મ અગ્લીમાં સિદ્ધાંત કપૂર પણ જાેવા મળ્યો હતો. જઝ્‌બાઃ ઐશ્વર્યા રાય અભિનીત ફિલ્મ જઝબામાં સિદ્ધાંત કપૂરે સેમ મકલઈની ભૂમિકા ભજવી હતી. હસીના પારકરઃ ફિલ્મ હસીના પારકરમાં સિદ્ધાંત કપૂર બહેન શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન શેર કરતો જાેવા મળ્યો હતો. સિદ્ધાંત કપૂરે આ ફિલ્મમાં ડોન દાઉદ ઈબ્રાહિમની ભૂમિકા ભજવી હતી, જ્યારે શ્રદ્ધા કપૂરે હસીના પારકરની ભૂમિકા ભજવી હતી. પલટનઃ સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ પલટન માં સિદ્ધાંત કપૂરે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ગુરમીત ચૌધરી, અર્જુન રામપાલ, સોનુ સૂદ, રોહિત રોય જેવા કલાકારો હતા. હેલો ચાર્લીઃ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયેલી હેલો ચાર્લીમાં સિદ્ધાંત કપૂર ઈન્સ્પેક્ટરની ભૂમિકામાં જાેવા મળ્યો હતો. આ ફિલ્મ કોમેડી ડ્રામા હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. ચેહરેઃ ગયા વર્ષે રિલીઝ થયેલી ચેહર માં ઇમરાન હાશ્મી, અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ થી સજેલી ચેહરે ફિલ્મમાં સિદ્ધાંત કપૂર પણ હતો. આ ફિલ્મ ર્ં્‌્‌ પર રિલીઝ થઈ હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. ગયા મહિને જ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સિદ્ધાંત કપૂરની પોલીસે ડ્રગ્સ લેવા બદલ ધરપકડ કરી હતી. તપાસમાં એ પણ પુષ્ટિ થઈ છે કે તેણે રેવ પાર્ટી દરમિયાન ડ્રગ્સનું સેવન કર્યું હતું. જાેકે, બીજા જ દિવસે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તો આ પહેલાં, શ્રદ્ધા કપૂર પણ ડ્રગ્સના કેસમાં ફસાઈ ચૂકી છે અને એનસીબી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી.બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની પોસ્ટ દ્વારા ફેન્સ સાથે સતત જાેડાયેલી રહે છે. હવે માત્ર તેની લેટેસ્ટ પોસ્ટ જ લો, જેમાં તેણે ‘ઘર વાપસી’ નો ઉલ્લેખ કર્યો છે અને તે યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ શ્રદ્ધાની આ પોસ્ટ પાછળનું કારણ શું છે?

Follow Me:

Related Posts