રાજુલા પો.સ્ટે.ના હિંડોરણા ચોકડીએથી બીલ કે આધાર પુરાવા વગરના શંકાસ્પદ મોટર સાયકલ કિ.રૂ .૩૦,૦૦૦ / -સાથે એક ઇસમને પકડી પાડતી રાજુલા સર્વેલન્સ ટીમ
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં બનેલ મિલ્કત સંબંધી ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી , ફરીયાદીની ગયેલ મિલ્કત પાછી મળે તે માટે જરૂરી સુચના અને માર્ગદશર્ન આપેલ હોય , જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેડ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન હિંડોરણા ચોકડીએથી શંકાસ્પદ હાલતમાં એક ઇસમને પકડી , મોટર સાયકલ પોતાના કબ્જામાં રાખવા અંગે કોઇ બીલ , આધાર – પુરાવો કે રજીસ્ટ્રેશન લગત કાગળો માંગતા મજકુર ઇસમે આ મોટર સાયકલ બેએક દિવસ પહેલા ઉના શહેરના ગોંદરા ચોકમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવતા મોટર સાયકલની કિ.રૂ .૩૦,૦૦૦ / – ગણી શક પડતી મિલ્કત તરીકે CRPC કલમ -૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમ વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ડી મુજબ ધોરણસર અટક કરેલ છે . → પકડાયેલ આરોપીની વિગતઃ રાહુલભાઇ કિશોરભાઇ સોલંકી ઉ.વ .૨૨ ધંધો.મજુરી રહે.પ્રાંચી નવાપરા વિસ્તાર તા.સુત્રાપાડા જિ.ગીર સોમનાથ . → શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ મુદામાલ હોન્ડા કંપનીનું સીડી ૧૧૦ ડ્રીમ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નં . GJ – 32 – H – 6340 કિ.રૂ .૩૦,૦૦૦ / પોલીસ સ્ટેશન Y લા —- આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ તથા UHC ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પો.કોન્સ.મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ રવિરાજભાઇ બાબુભાઇ તથા નિતીનભાઇ નાગજીભાઇનાઓ દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments