ગુજરાતની જીવાદોરી સમાન કલ્પસર યોજના આગળ વધારવાની માંગ કરતા : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
ગુજરાતની જીવાદોરી સમાન કલ્પસર યોજના ઘણા વર્ષોેથી આ ભાજપની સરકારે ખોરંભે ચડાવી દીધેલ છે, જો આ યોજના સાકાર થાય તો સમગ્ર ગુજરાતને અને ગુજરાતની જનતાને ઘણાં બધા લાભો થાય એમ છે, જેમાં સોૈપ્રથમ તો સમગ્ર ગુજરાતમાં લોકોને પીવાના પાણીની સમસ્યા તથા ખેડુતોને સિંચાઈની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી આ યોજના છે, જો આ યોજના અમલમાં આવે તો દક્ષિણ ગુજરાત થી સોૈરાષ્ટ્ર અંતરમાં ર૦૦ થી રપ૦ કિ.મી. ઘટાડો થઈ શકે તેમ છે, જેનાથી સમગ્ર સોૈરાષ્ટ્રના લોકો સુરત વસવાટ કરે છે, તેને પણ મોટો ફાયદો થાય તેમ છે. આ યોજનાથી સમગ્ર ગુજરાત અને સોૈરાષ્ટ્રનો દરિયા કિનારો ગાંઢ જંગલોમાં ફેરવાશે જેથી દરિયા કિનારાથી આગળ વધતી ખારાશ અટકશે અને જમીનનું ધોવાણ અટકશે તથા વૃક્ષોનું પ્રમાણ વધવાથી વરસાદની સમસ્યાનું નિરાકરણ આવશે, જો આ યોજના સાકાર થાય તો સમગ્ર ગુજરાતના ખેડુતોને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે જેથી કરીને સમગ્ર ગુજરાતની ખેતી હરિયાળી બનશે, અને ખેતી ક્ષેત્રે તથા પશુપાલન વ્યવસાયમાં નવી રોજગારીનું સર્જન થશે.
આ યોજનામાં ડેમના મથાળા ઉપર ૧૦ માર્ગીય રસ્તાઓ અને એક રેલ્વે માર્ગનું આયોજન હોવાથી દક્ષિણ ગુજરાત થી સોૈરાષ્ટ્રનું પરિવહન સરળ બનશે.હાલમાં ગુજરાત સરકાર પોતાના વીજળી ઉત્પાદન કરવાના સરકારી એકમો બંધ રાખીને ખાનગી કંપનીઓ પાસેથી મોઘીદાટ વીજળી ખરીદીને ગુજરાતની જનતાને બેફામ લુટી રહી છે, જે લુંટ પણ આ યોજના થકી બંધ થઈ શકે તેમ છે, કલ્પસર યોજનાથી ગુજરાત સરકાર પ૮પ૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન પ્રદુષણ વગર કરી શકે તેમ છે અને જેનો ફાયદો સમગ્ર ગુજરાતની જનતાને મળે તેમ છે. આ યોજનાથી ગુજરાતમાં ઓૈદ્યોગિક ક્ષેત્રે પણ હરણફાળ ભરી શકાય તેમ છે જેથી કરીને આ યોજના તાત્કાલીક આગળ વધારવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.
Recent Comments