fbpx
ગુજરાત

બોડેલીમાં ૨૨ ઈંચ વરસાદથી તબાહી મચી: લોકોની ઘરવખરી તણાઈ

રાજ્યભરમાં અત્યારે મોનસૂન એક્ટિવ છે જેના પગલે રાજ્યભરમાં ૫ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ ઓડિશા નજીક ફરી એકવાર લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જે આગળ વધતા તેની અસર હેઠળ અમદાવાદ સહિત રાજ્યમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તેની સાથે જ ભેજયુક્ત વાતાવરણને પગલે તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. નવસારી, વલસાડ અને સુરત તથા જુનાગઢ, તેમજ કચ્છ વિસ્તારમાં બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૨૨ ઇંચ વરસાદ ખાબકતા તબાહીના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. બોડેલીના રજાનગરના ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ, ટીવી અને ફ્રીજ સહિતનો તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. કેટલોક સામાન તો વરસાદના પાણીમાં તણાઈ પણ ગયો છે. જેને પગલે લોકો તંત્ર પાસથી મદદથી રાહ જાેઈને બેઠા છે. છોટાઉદપુર જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૭૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ૩૬૯ લોકોને રેસ્ક્યૂ કરવામં આવ્યા છે.

વડોદરાથી ફાયર બ્રિગેડની ૨ ટીમ બોડેલી પહોંચી ગઈ છે. વરસાદ રોકાયો છે, પરંતુ અતિ ભારે વરસાદને પગલે છોટાઉદેપુર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મોટાપાયે નુકસાન થયું છે. પાણીમાં બધી વસ્તુઓ તણાઈ ગઈ છે. અમારી પાસે ખાવાની કંઇ વસ્તુ નથી. અમે રાતના ભૂખ્યા છીએ. સરકાર અમને કંઇક સહાય કરે. અમારી પાસે અનાજ કે કપડા નથી. અમને કોઈ જાેવા નથી આવ્યું. અમે નાના-નાના બાળકો સાથે રસ્તા પર આવી ગયા છીએ. અમારા બાળકો પણ ભૂખ્યા છે. અમારું બહુ મોટુ નુકસાન થયું છે. ખાવા-પીવાનું, કપડા સહિતની તમામ વસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ છે. અમારી એક જ માંગ છે કે, અમારી નુકસાનીની ભરપાઈ કરી કરી આપો. અન્ય એક મહિલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, દર વખતે વોટ લેવા આવી જાય છે, અહીં દર વર્ષે પાણી ભરાઈ જાય છે કોઈ જાેવા આવે છે? અમારું અનાજ પાણીમાં પલળી ગયું છે. અમને સુવિધા કરી આપે તેવી અમારી સરકાર સમક્ષ માંગ છે. છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ તાંડવ કર્યું હતું. વરસવાનું ચાલુ કરતાં જ સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતું. બોડેલીમાં ૨૨ ઇંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમા પાણી ભરાયા હતાં. જ્યારે વાહન વ્યવહારથી ધમધમતી અલીપુરા ચોકડી નદીના રૂપમાં ફેરવાઇ હતી. બોડેલી બાદ કવાંટમાં ૧૭ ઈંચ, પાવીજેતપુરમાં ૧૫ ઇંચ અને છોટાઉદેપુરમાં ૧૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સુકીભઠ્ઠ જિલ્લાની ઓરસંગ, હેરણ અને અશ્વિની નદી બે કાંઠે થઇ ગઇ છે.

ભારે વરસાદના કારણે માર્ગો તુટી જવાના કારણે વ્યવહાર બંધ થયો હતો. જ્યારે વરસાદી પાણીમાં ડૂબેલા ૫૭૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે. બોડેલીના દીવાન ફળિયા અને ઢોકલિયાના રજાનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હોય એનડીઆરએફ અને પોલીસની ટીમોએ મળીને ૨૦૦થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. સોસાયટી, દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા. બોડેલી, અલીપુરા ચોકડી અને છોટાઉદેપુર રોડ પરની દુકાનોમાં પાણી ભરાયાં હતાં. નદીના પાણી ફરી વળતા અનેક ગામો કપાયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી-નાળા કોતરો છલકાતાં અનેક ગામો સંપર્ક વિહોણા બનયા હતાં. તો નસવાડી તાલુકાના ૧૨ ગામ અને કવાંટના બે રસ્તાઓ બંધ કરાયા હતાં. સંખેડા તાલુકામા આવેલી ઉચ્છ નદીમાં વરસાદનું પાણી આવતાં જ બે કાંઠે આવી ગઇ હતી. ઉપરવાસના વરસાદના કારણે પાણી કાંઠા વિસ્તારમાં આવેલા પાણેછ અને કડાછલા સંપર્ક વિહોણા બન્યા હતાં. જાેકે એસડીઆરએફની ટીમ દ્વારા મોડી રાત સુધી વિસ્તારના લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવમાં આવ્યુ હતું.

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી ખળખળ વહેતી થઈ છે. ઓરસંગ નદીના પાણીની આવકના કારણે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના ૨૮ જેટલાં પગથિયાં પાણીમાં ગરકાવ થયા છે. છેલ્લા કેટલાક દિવસથી છોટાઉદેપુર પંથક સહિત ઉપરવાસમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. કવાંટમાં ધોધમાર ૧૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અનરાધાર વરસાદ વરસતા નગરના માર્ગો નદીમાં ફેરવાયા હતા અને સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કવાંટના નસવાડી રોડ પર આવેલા ઘરોમાં પાણી ભરાયા અતિ ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળતા કવાંટનો નસવાડી તેમજ બોડેલી સાથેનો સંપર્ક કપાયો હતો. પાવીજેતપુરમાં ૧૫ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા નગરમાં તેમજ તાલુકાના ગામડાઓમાં ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

Follow Me:

Related Posts