fbpx
અમરેલી

પશુઓ માટે આશીર્વાદ સમાન 1962 એનિમલ હેલ્પલાઇન ના દસ ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા બળદ ના શીંગડા નુ નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું

ગુજરાત સરકારના પશુ પાલન વિભાગ દ્વારા ચાલતુ અને જી.વી.કે. ઈ.એમ.આર.આઇ. દ્વારા સંચાલિત દસ ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા ભાવનગર  જિલ્લા ના મહુવા  તાલુકા ના અમૃતવેલ લોકેશન ના નાના પીપળવાગામ નો કેસ મળતા પશુ ચિકિત્સક ડો. સુભાષ ચનદર અને ડો. મહમદ અજમલ તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર ગુણાભાઈ લાખણોતરા  અને  સંજયભાઈ કારીયા કેસ મા જવા નીકળી ગયા નાના પીપળવા ગામ ના રહેવાસી નરેશભાઈ  દ્વારા કેશ નોંધવામાં આવ્યો હતો સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે એક બળદ ને સિંગડા મા સડો છે અને તે પીડાય રહ્યુ છે વધુ તપાસ કરતા બળદ ને સિંગડાનુ ઓપરેશન કરવાની જરૂર પડે તેમ હતી જેથી પશુ ચકિત્સક ડો.  સુભાષ સનદર અને ડો. મહમદ અજમલ અને પાઇલોટ કમ ડ્રેસર ગુણાભાઈ લાખણોતરા  અને સંજયભાઈ કારીયા એમ 1962 ની ટીમ દ્વારા બળદ ના સિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું, તેમજ સરકાર દ્વારા ચાલતી મફત સર્વીસ હોય જેથી મફત ઓપરેશન તેમજ દવાઓ પણ મફત મા આપવામા આવી હતી તે થી બળદ ના માલિક નરેશભાઈ   ના બળદ નો જીવ બચાવવા બદલ પશુ ચિકત્સક નો આભાર માનવામા આવ્યો હતો. આમ 10 ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા સફળ ઓપરશન કરી બળદ નો જીવ બચાવવામાં આવ્યો હતો અને પશુ ચિકિસ્તક ડો.સુભાષ સનદરઅને ડો.મહમદ અજમલ તથા પાયલોટ કમ ડ્રેસર ગુણાભાઈલાખણોતરા અને સંજયભાઈ દ્વારા સારી કામગીરી બદલ જીલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી ડો. તાલીબ હુસેન સર તેમજ જીલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી અમાનતઅલી નકવી
કોડીનેટર શ્રી રાહુલ ચૌહાણ    દ્વારા સારી કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.


આમ અનેક પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલ 1962 એનિમલ હેલ્પ લાઇન નો ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી અબોલ પશુઓ ના જીવ બચાવવા મા મદદરૂપ થવા અપીલ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts