અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોએ ટર્મિનલમાં હોબાળો મચાવ્યો
અમદાવાદથી પટના જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ એસજી ૩૯૧માં ટેકઓફ પહેલાં ટેકનિકલ ખામી સર્જાતાં મોડી પડી હતી. જાેકે યોગ્ય જવાબ ન મળતા પેસેન્જરોએ ટર્મિનલમાં હોબાળો મચાવ્યો હતો. સાડા પાંચ કલાક સુધી ટેકનિકલ ખામી દૂર ન થતા એરલાઇને અંતે બીજા એરક્રાફ્ટમાં પેસેન્જરોને બપોરે પટના મોકલ્યા હતા. બીજી તરફ સોમવારે અમદાવાદ આવતી જતી ૧૨ ફ્લાઈટ મોડી પડી હતી. જ્યારે ગોફર્સ્ટની અમદાવાદ-દિલ્હી અને દિલ્હી- અમદાવાદ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી.
વિઝિબિલિટી ઓછી હોવાથી સળંગ બીજા દિવસે એક ઇન્ટરનેશનલ સહિત બે ફ્લાઈટ ડાઇવર્ટ કરાઈ હતી, જેમાં દુબઈથી અમદાવાદ આવતી એમિરેટ્સની ફ્લાઈટ ઈકે ૫૩૮ને હૈદરાબાદ ખાતે તેમ જ ગોવાથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ ૬૯૫૫ને જયપુર ડાઇવર્ટ કરાઈ હતી. જાેકે થોડા સમયમાં જ વિઝિબિલિટી સુધરતા બંને ફ્લાઇટ પરત ફરી હતી. રવિવારે સાંજે ૬થી સોમવારે સવારે ૬ સુધી એરપોર્ટ પરથી ૧૧૫થી વધુ ફ્લાઇટનું સંચાલન કરાયું હતું.
Recent Comments