fbpx
બોલિવૂડ

મહાન ફિલ્મમેકર બિમલ રૉયના જન્મદિવસે તેમના વિષે જાણીએ અમુક રસપ્રદ વાતો

હિંદી સિનેમાને નવી દિશા આપનારો આ સિતારો માત્ર ૫૫ વર્ષની ઉંમરે આથમી ગયો. વર્ષ ૧૯૬૫માં કેન્સરના કારણે તેમનું નિધન થઈ ગયું. જાે કે, તેમની અમર ફિલ્મોન માધ્યમથી આજે પણ બિમલ દા લોકોના હ્રદયમાં જીવે છે. દેશના સૌથી મહાન ફિલ્મકારોમાંથી એક બિમલ રૉયનો આજે જન્મદિવસ છે. ઈન્ડસ્ટ્રીમાં બિમલ દાના નામથી જાણીતા બિમલ રોય ખરા અર્થમાં હિંદી સિનેમાને દિશા બતાવનાર સાબિત થાય. ૧૨ જુલાઈ ૧૯૦૯માં અખંડ ભારતના ઢાકામાં જન્મેલા બિમલ રૉય જમીનદાર પરિવારમાંથી આવતા હતા. સિનેમા પ્રત્યેનો તેમનો પ્રેમ બિમલ રૉયને કોલકાતાથી મુંબઈ ખેંચી લાવ્યો. માનવીય મુદ્દાઓ સાથે જાેડાયેલી ફિલ્મો બનાવવામાં બિમલ રૉયની માસ્ટરી હતી. તેમની કલ્ટ ક્લાસિક ગણાતી ફિલ્મ દો બીઘા જમીન તેનું ઉદાહરણ છે. જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી

અને કાન્સમાં તેમને ઈન્ટરનેશન અવૉર્ડ પણ મળ્યો હતો.દો બીઘા જમીનનો આજે પણ હિંદી સિનેમાની ૧૦૦ સર્વેશ્રેષ્ઠ ફિલ્મોમાં સમાવેશ થાય છે. દિગ્દર્શકો માટે આ ફિલ્મ ધર્મપુસ્તક સમાન છે.ફિલ્મ જાેઈને રાજ કપૂરે પોતે આવી ફિલ્મ ન બનાવી શક્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. બ્યુટી ક્વીન મધુબાલાએ એક વાર કહ્યું હતું કે, તેમને બિમલ રૉય સાથે કામ ન કરી શકવાનો અફસોસ રહેશે. બિમલ રૉયની ફિલ્મોના સ્તરનો અંદાજ મધુબાલાના આ નિવેદન પરથી જ લગાવી શકાય છે. બિમલ રૉયે પરિણીતા, બિરાજ બહુ, મધુમતિ, સુજાતા જેવી ફિલ્મો બનાવી. જેમાંથઈ તેમની ફિલ્મ મધુમતિને વર્ષ ૧૯૫૮માં ૯ ફિલ્મફેર અવૉર્ડ મળ્યા હતા. આ રેકોર્ડ ૩૭ વર્ષ સુધી કાયમ રહ્યો.

Follow Me:

Related Posts