શ્રીલંકાના ૭૩ વર્ષીય નેતા તેમની પત્ની અને બે સુરક્ષા અધિકારીઓ સાથે સેનાના એક વિમાનમાં દેશ છોડી જતા રહ્યા છે. શ્રીલંકામાં ભારતીય ઉચ્ચ કમિશને ટ્વીટ કર્યું- હાઈ કમિશન મીડિયામાં આવેલા તે સમાચારોને ‘પાયાવિહોણા તથા માત્ર અટકળો’ તરીકે નાકારી કાઢ્યા છે કે ભારતે ગોટબાયા રાજપક્ષેને શ્રીલંકાથી બહાર ભાગવામાં મદદ કરી. તેમણે કહ્યું- એ પુનરોચ્ચાર કરવામાં આવે છે કે ભારત લોકશાહી માધ્યમો અને મૂલ્યો, સ્થાપિત લોકતાંત્રિક સંસ્થાઓ અને બંધારણીય માળખા દ્વારા સમૃદ્ધિ અને પ્રગતિની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં શ્રીલંકાના લોકોને સહયોહ કરતા રહીશું. શ્રીલંકાની વાયુ સેનાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું- સરકારના અનુરોધ પર અને સંવિધાન હેઠળ રાષ્ટ્રપતિને મળી શક્તિઓ અનુસાર રક્ષા મંત્રાલયની પૂર્ણ સ્વીકૃતિ સાથે રાષ્ટ્રપતિ, તેમની પત્ની અને બે સુરક્ષા અધિકારીઓને ૧૩ જુલાઈના કાતુનાયકે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી માલદીવ રવાના થવા માટે શ્રીલંકન એર ફોર્સનું વિમાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજપક્ષે નવી સરકાર દ્વારા ધરપકડની આશંકાથી બચવા માટે રાજીનામું આપતા પહેલા વિદેશ જવા માંગતા હતા. ઉલ્લેખનીય છે કે, ૨.૨ કરોડની આબાદીનો દેશ સાત દાયકામાં સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. જેના કારણે લોકો ખાદ્ય પદાર્થ, દવા, ઇંધણ અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.ભારતે મીડિયામાં આવેલા તે સમાચારોને ‘પાયાવિહોણા અને અનુમાન પર આધારિત’ ગણાવ્યા કે તેણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડી માલદીવ જવા માટે મદદ કરી છે. રાજપક્ષે દેશની અર્થવ્યવસ્થાને સંભાળી ન શકવાના કારણે તેમના અને તેમના પરિવાર વિરૂદ્ધ વધતા જન આક્રોશની વચ્ચે બુધવારના સેનાના એક વિમાનથી દેશ છોડી માલદીવ પહોંચ્યા હતા.
Recent Comments