ગુજરાત

અમદાવાદ સર્વરોગ નિદાન કેમ્પમાં કુલ ૧૫૪૩ દર્દીઓએ લાભ મેળવ્યો

અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ  જોધપુર હિલ નરોડા સોલા તથા જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે  ૧૪/૦૭/૨૨. સવારે ૯.૦૦ થી ૨.૦૦ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ દવા ઓપરેશન સાથે  રામાપીર ટેકરા અતિઆર ઝુપડપટ્ટી વિસ્તારમાં  રાખવામાં આવ્યો હતો  મુખ્ય મહેમાન કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા બળદેવભાઈ પટેલ  હાજર રહ્યાં હતાં 

કેમ્પમાં કુલ  ૧૫૪૩ દર્દીઓએ શ્રીમતી શાંતાબેન વિષ્ણુભાઈ કર્ણાવતી લાયન્સ આઇ હૉસ્પિટલ દ્વારા આંખોની તપાસ અમદાવાદ ડેન્ટલ કોલેજ દ્વારા દાંતની તપાસ  મણિબેન હોસ્પિટલ દ્વારા  ફ્રી દવા વિતરણ  ચશ્મા વિતરણ   ટી. બી  ના દર્દીઓને અનાજનું વિતરણ  તથા દરેક વોલિયેન્ટર તથા મુખ્ય મહેમાન ને તુલસીના છોડ દ્વારા સન્માન કરવામાં આવ્યું  સમગ્ર કેમ્પના કોર્ડિનેટર લાયન ગિરીશભાઈ પટેલ પી. આર. ઓ . હાજર રહ્યાં ખુબજ મોટી સંખ્યામાં લાયન્સ મિત્રો હાજર રહ્યાં  

Related Posts