બુધેલ ગામના તમામ ખેડૂત તથા બીનખેતી પ્લોટ તથા અન્ય પ્લોટ તેમજ મકાનધારક માલિકોએ તેમના જમીન ઉપરના બાકી કરો- ઉપકરો ભરી દેવાં
બુધેલ ગામના તમામ ખેડૂત તથા બીનખેતી પ્લોટ તથા અન્ય પ્લોટ તેમજ મકાનધારક માલિકોએ તેમના જમીન ઉપરના બાકી કરો- ઉપકરો જેવાં કે, જમીન મહેસૂલ, શિક્ષણ ઉપકર, જિલ્લા પંચાયત ઉપકર કે પંચાયત વેરા વ્યવસાય વેરા કે અન્ય કોઇ વેરા બાકી હોય તો બુધેલ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને ભરપાઇ કરવાં જણાવવામાં આવ્યું છે.
જો કોઇ વસૂલાત ભરવામાં ચૂક થશે તો જે તે બાકીદારો સામે કાયદા અન્વયે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ તલાટી કમ મંત્રી, બુધેલ ગ્રામ પંચાયતની યાદીમાં જણાવાયું છે.
Recent Comments