fbpx
અમરેલી

લીલીયા સિવિલ હોસ્પીટલમાં ૧૬-લાખની એમ્બુલન્સ લોકાર્પણ કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

લીલીયા સિવિલ હોસ્પીટલમાં ઘણા સમયથી એમ્બ્યુલન્સ કંડમ થઈ ગઈ હતી છેલ્લા ૧૦ વર્ષથી લીલીયા સિવિલ હોસ્પિટલ ડોક્ટર સરકાર પાસે માંગણી કરતા હતા તેમ છતાં સરકાર દ્વારા એમ્બ્યુલન્સ લીલીયા સિવિલને આપવામાં આવી નહતી જયારે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા પણ સરકાર પાસે લેખિત ઘણી વખત માંગણી કરેલ અને વિધાનસભામાં પણ ચર્ચા કરેલ

તેમ છતાં લીલીયા સિવિલ હોસ્પિટલને એમ્બ્યુલન્સ આપવામાં ન આવી જયારે કોરોનાનો સમય આવ્યો ત્યારે લીલીયા એમ્બ્યુલન્સ વગર ખુબ જ સિવિલ હોસ્પિટલ મુશ્કેલી અનુભવી ત્યારે કોરોના સમયે ખડે પગે ઉભા રહેલ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે નક્કી કરેલ કે સરકાર એમ્બ્યુલન્સ ન આપે તો મને મળનાર ધારાસભ્યની ગ્રાન્ટ માંથી એમ્બુલન્સ ફાળવીસ જેથી ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા વર્ષ ૨૦૨૧/૨૨ માંથી ૧૬-લાખ ની લીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ માટે ગ્રાન્ટ ફાળવી આને આજે તે એમ્બુલન્સનું લોકાર્પણ લીલીયા ખાતે રાખવામાં આવ્યું હતું આ એમ્બુલન્સ નવી આધુનિક ટેકનોલોજી તમામ સુવિધા આપવામાં આવી છે

આ એમ્બુલન્સનું લોકાર્પણ નાની દીકરી પાસે કરાવામાં આવ્યું અને ૧૦૮ જયારે કોઈ પણ બનાવની લીલીયા તાલુકાના તમામ ગામોમાં ફોન કરે ત્યારે ૧૦૮ તેમને લીલીયા સિવિલ સુધી જ લઈ જાય છે જયારે અમુક સારવાર લીલીયા હોસ્પિટલમાં ન હોય ત્યારે તે દર્દીને અમરેલી સિવિલમાં રીફર કરવાના હોય ત્યારે ૧૦૮ લઇ જતા નથી અને લીલીયા સિવિલની એમ્બ્યુલન્સ ચાલે તેમ ન હોય જેથી ખુબ જ મુશ્કેલી લીલીયા તાલુકાના લોકોને થઇ રહી હતી જેથી ધારાસભ્યની આ કામગીરીને લીલીયા તાલુકાની જનતાએ બિરદાવી હતી.

આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ સમયે ધારાસભ્ય પ્રતાપ દુધાત, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા, તાલુકા પંચાયત પ્રમુખ બહાદુરભાઈ બેરા,  તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ભુપતભાઈ પટોળીયા,  કોંગ્રેસ જીલ્લા મહામંત્રી નીતિનદાદા ત્રિવેદી, લીલીયા સરપંચ જીવનભાઈ વોરા, જીવરાજભાઈ પરમાર, ભીખાલાલ દેવાણી,  ચોથાભાઇ કસોટીયા, જગાભાઇ ખારા વાળા, દકુભાઈ બુટાણી, કાનાભાઈ ખારા સરપંચ, જયસુખભાઈ બવાડા સરપંચ, દડુભાઈ સાજણટીંબા સરપંચ, ગોવિંદભાઈ શેઢાવદર સરપંચ, જયેશદાદા એકલેરા સરપંચ, રાજુભાઈ આંબા સરપંચ, પીપળવા રાજુભાઈ ભેડા, ભેસાણ સરપંચ વિક્રમભાઈ, રમેશભાઈ પરમાર, સામતભાઈ બેલા,  વિજય કોગથીયા, નીલેશભાઈ મહેતા, શબીર દલ, કાંતિભાઈ ડુંગરીયા, મથુરભાઈ સાવજ, કિશોરભાઈ અંટાળીયા વાળા, મનોજભાઈ ભેડા, મિતુલભાઇ, મેરામભાઇ ગરણીયા, નાથાભાઈ ભરવાડ, ગોવિંદભાઈ પરમાર, મનોજભાઈ સેજપાલ,  હરેશભાઈ આહીર અને લીલીયા તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા અને લીલીયા સિવિલ હોસ્પીટલના સ્ટાફે ધારાસભ્ય નો આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts