કુંકાવાવ –વડીયા તાલુકામાં આવેલ ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરી,અનિડા,લુણીધારમાં એક–એક એબ્યુલન્સ ફાળવવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : શ્રી પરેશભાઈ ધાનાણી. કુંકાવાવ–વડીયા તાલુકાના લોકોને અવાર–નવાર હોસ્પિટલમાં ખુબ જ મુશ્કેલીઓ પડતી હતી, અને કોરોના કપરી પરિસ્થિતિમાં પણ દર્દીઓને રીફર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
આવી પરિસ્થિતિમાં પણ અમરેલીના ધારાસભ્યએ અમરેલી/કુંકાવાવ/વડીયા વિસ્તારમાં કોઈ ને ભુખ્યા સુવા પણ નથી દીધા તેવી કામગીરી કરેલ અને કોરોનાની બીજી લહેરમાં ઓકિસજના બાટલા પુરા પાડી ઘણા લોકોના જીવ બચાવ્યા હતા, અને હવે કુંકાવાવ/વડીયા તાલુકામાં કોઈપણ દર્દીઓને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ રીફર કરવામાં તેમજ ઈમરજન્સી સેવા માટે કુંકાવાવ/વડીયા તાલુકાના (૧) અનિડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂા. ૧ર,પ૦,૦૦૦/– (ર) લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ રૂા. ૧ર,પ૦,૦૦૦/– (૩) તોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂા.૧ર,પ૦,૦૦૦/–એમ કુલ રૂા. ૩૭,પ૦,૦૦૦/– ની ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવતા કુંકાવાવ/વડીયા તાલુકાના લોકોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ અુબ આભાર માન્યો .





















Recent Comments