રાજસ્થળી ખાતે આવેલ હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે મહામંડલેશ્વર જયઅંબાગીરી માતાજી ના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી ગુરૂ પૂજન કર્યું.
અમરેલી જીલ્લાના ધારી તાલુકા ના રાજસ્થળી ખાતે આવેલ સુપ્રસિદ્ધ હિંગળાજ સન્યાસ આશ્રમ ખાતે પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી જયઅંબાગીરી માતાજી ના સાનિધ્ય માં ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ તકે ગુરૂપૂજન, આરતી, મહાપ્રસાદ, ગરબા, મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો સંતો દ્વારા પૂજ્ય મહામંડલેશ્વર શ્રી જયઅંબાગીરી માંતાજી નું પૂજન વગેરે ધાર્મિક કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ક્રુષ્ણગીરી ગોસ્વામી લીંબડી, અર્જુનગીરી સાવરકુંડલા, ધર્મેન્દ્ર ગીરી અમરેલી, ભરતબાપુ અગ્રાવત, જનકગીરી વગેરે એ ભારે જહેમત ઉઠાવી ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરી હતી તેમ અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ છે.
Recent Comments