મહેસાણાના નંદાસણ પાસે ૧.૨૩ લાખના દારૂ સાથે ૧ની ધરપકડ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજબરોજ ક્યાંકને ક્યાંક દારૂનો મસમોટો જથ્થો ઝડપાયા છે અને ઘણો જથ્થો તો પકડાયા વગરનો વહેંચાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ-મહેસાણા હાઇવે ઉપર આવેલ નંદાસણ એસ્સાર પેટ્રોલ પંપ સામે હાઈવે પર નંદાસણ પોલીસ સ્ટાફ વાહન ચેકીંગમાં હતો. ત્યારે મહેસાણાથી આવતી ગાડીને બાતમીના આધારે બેરીકેટની આડાશ કરી રોકી પોલીસે તપાસ કરતા ગાડીની વચ્ચેની સીટમાં કાળા કલરના કપડાં નીચે સંતાડેલ રૂ. ૧,૨૩,૬૨૦નો વિદેશી દારૂ જપ્ત કરી એક શખ્સને ઝડપી પાડયો હતો
નંદાસણ પોલીસ અ.હેડ.કો રાજેન્દ્રસિંહ, સેકન્ડ મોબાઈલ ઇન્ચાર્જ અ.પો.કો સુહાગસિંહ અને અન્ય સ્ટાફે ફોર્ડ કંપનીની ઈકો સ્પોર્ટ ગાડી (જીજે-૧૮બીજી-૩૯૫૧)માં ભારતીય બનાવટનો ૧,૨૩,૬૨૦ની વિદેશી દારૂ ભરેલ ૪૧૮ નંગ બોટલો તથા ક્વાર્ટર જપ્ત કરી ડ્રાઈવર સંજય સિંહ ભુપતસિંહ ચૌહાણને પકડી પાડ્યો હતો. દારૂ ડીસા રોડ ઉપરથી ભરી લાવી અમદાવાદમાં અબુ સ્વામી કે સૈની નામના વ્યક્તિને આપવાનો હતો.
Recent Comments