જામનગરમાં પુત્રના પ્રેમલગ્નની અદાવત રાખી પિતા પર જીવલેણ હુમલો કરાયો
જામનગરમાં દિગ્વિજ્ય પ્લોટમાં જીતેન્દ્ર વિનોદરાય કનખરા નામના આધેડના પુત્ર યશે આરોપીની દીકરી સાથે કોર્ટ મેરેજ કર્યા છે. જે બાબતનો ખાર રાખીને તારીખ ૧૩ના રોજ આધેડ પોતાનું સ્કૂટર લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે યુવતીના સંબંધીઓ ચંદ્રેશ ચાંદ્રા, દીલીપ ચાંદ્રા, અલ્કેશ ચાંદ્રાએ આવીને અપશબ્દો બોલીને બોલાચાલી કરી હતી અને લોખંડના પાઈપ, તલવાર અને ધોકા વડે હુમલો કરીને આધેડને શરીરે ઈજા પહોંચાડી હતી.
તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની આધેડે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.જામનગર શહેરમાં પુત્રએ કરેલા પ્રેમ લગ્રનનો ખાર રાખીને પિતા ઉપર યુવતીના સંબંધીઓએ તલવાર, ધોકા, પાઈપ વડે હુમલો કરીને શરીરે ગંભીર ઈજા પહોંચાડ્યાનું પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
Recent Comments