fbpx
ભાવનગર

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્યથી ભાલ વિસ્તારનાં કોટડા ગામેં આરોગ્ય શિબિર યોજાય

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી તા.૧૫ જુલાઈનાં રોજ ભાલ વિસ્તારનાં કોટડા  ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમા ૨૨૪ ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ તથા આ જ ગામની પ્રાથમિક શાળાની પુસ્તકાલય માટે ૭૫ પુસ્તકો ભેટ આપવામા આવેલ.

આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દવારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , રમેશભાઈ પરમાર , રેખાબહેન ભટ્ટ , પ્રીતિબહેન ભટ્ટ, દીપાબહેન જોષી તથા નિરમા લીમીટેડ નાં ચિંતનભાઈ ધોળકિયા અને ગામનાં સરપંચ સુરેશભાઈ તથા આચાર્ય ભગાભાઈની ઉપસ્થિતિ માં યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમનું સંકલન હિનાબહેન ભટ્ટ , રાજુભાઈ મકવાણાએ કર્યું હતુ..

Follow Me:

Related Posts